ગુજરાત

gujarat

ETV Bharat / politics

CPI નેતાએ ભાજપ સહિત પીએમ મોદી સામે કાર્યવાહીની માંગ કરતો પત્ર ચૂંટણી પંચને લખ્યો - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

કોંગ્રેસે વડાપ્રધાન મોદી ઉપર ઉશ્કેરણીજનક અને અમુક સમુદાય પ્રત્યે વૈમનસ્ય પેદા થાય તેવા આરોપ સાથે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. CPI સંસદીય સમૂહના નેતા બિનોય વિશ્વમે મુખ્ય ચૂંટણી કમિશનરને ભાજપ અને વડાપ્રધાન મોદી સામે કાર્યવાહી કરવાની માંગ કરતો એક પત્ર લખ્યો છે. lok sabha election 2024

CPI Leader Binoy Viswam
CPI Leader Binoy Viswam

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 10:36 PM IST

નવી દિલ્હી: CPI સંસદીય સમૂહના નેતા બિનોય વિશ્વમે મુખ્ય ચૂંટણી કમિશનરને ભાજપના નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદર્શ આચાર સંહિતાની અવગણના અંગે પત્ર લખ્યો હતો. કેરળના સીપીઆઈ સાંસદે કહ્યું કે પીએમ અને બીજેપીના અન્ય નેતાઓના ભાષણો માત્ર નિંદાપાત્ર નથી પરંતુ ચોક્કસ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા કરે તેવા ઉશ્કેરણીજનક પણ હોય છે.

સીપીઆઈ સાંસદે ભારતના ચૂંટણી પંચને આ બાબતની ગંભીરતાનું મૂલ્યાંકન કર્યા પછી કડક પગલાં લેવા વિનંતી કરી છે, કારણ કે હાલમાં જ રાજસ્થાનના બાંસવાડામાં કરેલી એક જનસભામાં વડાપ્રધાન મોદીનું ભાષણ માત્ર આદર્શ આચાર સંહિતા અને ચૂંટણીના ધોરણોને જ નહીં પરંતુ બંધારણીય મૂલ્યોની પણ અવગણના કરતુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ચૂંટણી પંચની નિષ્પક્ષતામાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ECI દ્વારા મજબૂત પગલાં માંગ કરી છે.

  1. PMરાજસ્થાનના ટોંકમાં પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી, જનતાને આપી મોટી ગેરંટી - Lok Sabha Election 2024
  2. PM નરેન્દ્ર મોદી "કોંગ્રેસ પોતાને ભગવાન રામ કરતા પણ મોટી માને છે, શું હું નથી? બંધારણને કોઈ બદલી શકે નહીં" - PM MODI ATTACKS INDI ALLIANCE

ABOUT THE AUTHOR

...view details