અમદાવાદ: ભાજપે 2024ની લોકસભા ચૂંટણી અને ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ ભારત પર પોતાનું ધ્યાન રાખ્યું, જેના કારણે દસકોથી રાજકીય દબદબો ભોગવતા પટનાયકની સરકાર હારી. ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો અને ગુજરાત કેડરના IASગીરીશ ચંદ્ર મુર્મુને મુખ્યમંત્રી બનાવવા અંગે ચર્ચા ચાલે છે તો જાણીએ કોણ છે ગીરીશ ચંદ્ર મુર્મુ.
ભાજપ પહેલી વાર ઓડિશામાં સરકાર બનાવશે: 2024ની ઓડિશામાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ઓડિશાની કુલ 147 બેઠકો પૈકીની 78 બેઠકો પર ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. ભાજપે દસકોથી ચાલ્યો આવતો પટનાયક પરિવારનો રાજકીય દબદબો પૂર્ણ કરી પૂર્વનું મહત્વનું રાજ્ય હસ્તક કર્યું છે. ઓડિશાના વિજય બાદ હવે ઓડિશામાં ભાજપ કોને મુખ્યમંત્રી બનાવે છે એ અંગે રાજકીય અટકળો વહેતી થઈ છે. જેમાં ગુજરાત કેડરના IAS ગીરીશ ચંદ્ર મુર્મુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નામો મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ ચાલે છે.
કોણ છે જી. સી. મુર્મુ ઉર્ફે ગીરીશ ચંદ્ર મુર્મુ ?: 65 વર્ષીય જી. સી. મુર્મુ ઉર્ફે ગીરીશ ચંદ્ર મુર્મુ 1985ની બેચના ગુજરાત કેડરના IAS છે. ગીરીશ ચંદ્ર મુર્મુનો જન્મ 1959ની 21, નવેમ્બરના રોજ ઓડિશાના બેતોની ખાતે થયો હતો. આરંભમાં ઉત્કલ યુનિવર્સિટી ખાતે પોલિટીકલ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ બ્રિટનની યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ ખાતે તેઓએ MBAનો અભ્યાસ કર્યો છે. તેમણે દેશના 14માં સીએજી તરીકે સેવા આપી છે. ગીરીશ ચંદ્ર મુર્મુ 2019 થી 2020 સુધીના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરના લેફટનેન્ટ ગર્વનર તરીકે પણ સેવા આપી ચુક્યા છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહના કરીબી: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે ગીરીશ ચંદ્ર મુર્મુ તેમના અગ્ર સચિવ હતા. તેવું મનાય છે કે, નરેન્દ્ર મોદીના આરંભિક સમયથી જ ગીરીશ ચંદ્ર મુર્મુ તેમના નજીકના વ્યક્તિ હતા. અમિત શાહ જયારે ગુજરાતમાં ગૃહમંત્રી હતા, ત્યારે ગીરીશ ચંદ્ર મુર્મુ ગૃહ વિભાગના સંયુક્ત સચિવ હતા. ગીરીશ ચંદ્ર મુર્મુ દેશના પૂર્વ કંટ્રોલર એન્ડ ઓડિટ જનરલ એટલે કે, સીએજી હતા. સાથે તેઓ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ભાજપ સરકાર આદિવાસી બહુમૂલક વસ્તી ધરાવતા ઓડિશામાં ગીરીશ ચંદ્ર મુર્મુને મુખ્યમંત્રી બનાવી આદિવાસી લોકોનો વિશ્વાસ જીતી શકે છે, અને પોતાના વ્યક્તિને ગાદી આપી રાજકીય વર્ચસ્વ બરકરાર રાખી શકે છે.
- દિલ્હી પોલીસે દાખલ કરી એક હજાર પાનાની ચાર્જશીટ, UAPA હેઠળ કરશે છ આરોપીઓ સામે કેસ દાખલ - Parliament Security Breach Case
- PM મોદીનો કોંગ્રેસ પર ચોતરફ પ્રહાર, '10 વર્ષ પછી પણ 100ના આંકડાને સ્પર્શી શક્યા નથી' - Pm Modi Targets Congress