કચ્છઃકચ્છ લોકસભા ચુંટણીને લઇને કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં કચ્છ લોકસભા બેઠક માટે નિતેશ લાલનના નામની જાહેરાત કરવામાં આવી છે.કોંગ્રેસ દ્વારા પૂર્વ કચ્છના યુથ કોગ્રેસના પ્રમુખને ઉમેદવાર તરીકે કોંગ્રેસે મેદાને ઉતાર્યો છે તો જાણો કોણ છે નિતેશ લાલન...
કોંગ્રેસે કચ્છ લોકસભા બેઠક માટે નિતેશ લાલનને આપી ટિકિટ કોણ છે નિતેશ લાલનઃ નિતેશ લાલનનો જન્મ 2 સપ્ટેમ્બર 1993 ના રોજ થયેલો છે તેમના પિતાનું નામ પરબતભાઈ લાલન અને માતાનું નામ ધનબાઈ લાલન છે. તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માંથી સેકન્ડ યર ઇકોનોમિક્સ સબ્જેક્ટ સુધી અભ્યાસ કર્યો છે અને હાલમાં તેમનો શિપિંગ અને લોજિસ્ટિકનો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ગાંધીધામ ખાતે બિઝનેસ છે.
રાજકીય કારકિર્દીઃનિતેશ લાલન વર્ષ 2012 થી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્ય તરીકે સક્રિય છે હાલમાં તેઓ પૂર્વ કચ્છ જિલ્લાના ઇન્ડિયન યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ છે તો અગાઉ તેઓ ગાંધીધામ એસેમ્બલી ઇન્ડિયન યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમના સામાજિક ખુદાની વાત કરવામાં આવે તો સતત પાંચ વર્ષથી તેઓ મહેશ્વરી મેઘવાર સમાજના નવજીવન સોસાયટી સેક્ટર 7 ના પ્રમુખ તરીકે કાર્યરત છે તો આ અગાઉ ગાંધીધામ કોમ્પ્લેક્સના મહેશ્વરી મેઘવાર સમાજના તેઓ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.
રાજનીતિનો અનુભવઃતેમના રાજકીય અનુભવ અંગે વાત કરવામાં આવે તો લોકસભા,એસેમ્બલી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાના ચૂંટણીમાં તેઓ સક્રિય કાર્યકર તરીકે અનુભવ ધરાવે છે. આ ઉપરાંત તેઓ ગ્રાઉન્ડ લેવલે પોલિંગ એજન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે તો ચૂંટણી દરમિયાન બૂથ મેનેજમેન્ટ નો પણ તેમને અનુભવ છે.
યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે ફાળોઃયુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમના ફાળાની વાત કરવામાં આવે તો ગાંધીધામ વિધાનસભા વિસ્તાર માટેની પ્રાથમિક સવલતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી માટે લડત ચલાવી છે તો ગરીબ અને ઘરવિહોણા લોકો માટે પણ અનેક વસે રજૂઆતો કરી છે. બેરોજગાર લોકો માટે પણ તેમણે આવા જ ઉપાડ્યો છે તો વિદ્યાર્થીઓના હકો માટે પણ તેમણે લડત ચડાવી છે તો ડ્રગ્સ ની વિરુદ્ધ પણ તેમણે અનેકવાર રજૂઆતો કરી છે તો પ્રથમ વખત મતદાન કરતા હોય એવા લોકોને યુદ્ધ કોંગ્રેસમાં પણ તેમણે જોયા છે તો સાથે જ મહેશ્વરી મેઘવાળ સમાજને પણ સમાજના પ્રમુખ તેમજ કોંગ્રેસના પ્રમુખ તરીકે કોંગ્રેસ પાર્ટી ને મત આપવા માટે પણ અનેકવાર અપીલ કરી છે.
- Congress released second list : લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ
- Kutch Loksabha Seat : કચ્છ લોકસભા બેઠક માટે વિનોદ ચાવડાને ફરી ટિકિટ મળી, ભાજપની પ્રથમ ઉમેદવાર યાદીમાં મળ્યું સ્થાન