૭૫ વર્ષ માં શામ દામ દંડ ભેદ ની નીતિ જે હાલ માં સરકાર કરી રહી છે તે પેહલા જોવા નહોતું મળ્યું, સુરતમાં જે થયું તે લોકતંત્રની મજાક કરવામાં આવી છે. વિટામિન M ની મદદ થી ભાજપ બધું કરી રહ્યું છે હિમાચલ પ્રદેશમાં પણ 7 થી 9 ધારાસભ્યોને બહુમત માટે વિટામિન M વાપરવામાં આવ્યું ૧૦ વર્ષના કેન્દ્રમાં કાર્યકાળ સરકારનો છે પરંતુ દરેક રાજ્યોમાં સરકાર તોડવામાં આવે છે.
હાલમાં ઈલેકશનને સિલેક્સન બનવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને ઇલેક્ટ્રોલ બોન્ડની વાત કરવામાં આવે તો અમુક કેટલી કંપની છે, જેનો નફો પણ એટલો નથી અને ફંડ આપવામાં આવ્યું તેમજ 3M નો દુરુપયોગ હજુ સુધી કોઈ પક્ષ દ્વારા કરવામાં આવ્યો નહિ અને મની, મેનપાવાર ,મશીનરીનો ઉપયોગ આ સરકાર કરે છે અને ૪૦૦ બેઠક પર જીતવાની વાત કરવામાં આવી છે તેમજ તેમાં ૧૧૬ તો અન્ય પક્ષમાંથી આવેલા લોકો છે અને હરિયાણામાં ૫૦% લોકો ભાજપ માં એવા છે કે તે ભાજપમાં છે પણ ભાજપના નથી.
છેલ્લા 75 વર્ષમાં કોઈ પણ પ્રધાનમંત્રી એ મિથ્યા ભાષાનો ઉપયોગ નથી કર્યો તેમજ સસ્તી રાજનીતિની વાતો તેમના દ્વારા કરવામાં આવે છે. આ ચૂંટણી છે હિન્દુ મુસ્લિમનો દંગાઓ કરવા માટે નથી અને 5 થી 10% રાજકીય ઈડીના કેસ જોવા મળી રહ્યા છે તેમજ અમારે લોકો.જોડે 99.50 ED ના કેસ કરવામાં આવ્યા અને ભાજપે એક પેટન્ટ રજીસ્ટાર કરવી જોઈએ અને ભાજપ જે પ્રમાણે કેસ કરી ને નેતાઓને 18 મહિના બાદ ધરપકડ કરવમાં આવે છે તે સમય દરમિયાન સાક્ષીઓ થી લઇને તમામ લોકોને ધમકાવીને સ્ટેટમેન્ટ ફેરવામાં આવે છે.
પહેલા કહેવામાં આવ્યું હતું કે રોજગાર વધારવામાં આવશે તેમજ Mspને કાયદાકીય અધિકાર આપવાની વાત કરી હતી અને 1 લાખ ગરીબ મહિલાઓને સરકારી નોકરી આપવાની વાત કરવામાં આવી તેજ રીતે નારી ન્યાય પર વડાપ્રધાન વાત તો કરે છે પણ તેમાં કોઈ તથ્ય નથી. મણિપુરનો પોતાના ચૂંટણી ઢંઢેરામાં કોઈ ઉલ્લેખ જ નહિ લદાખ ટ્રાઈબલ એરિયા છે તેના પર પણ કોઈ નિર્ણય નહિ તેમજ રાહુલ ગાંધીના નિવેદન પર તેમજ રાહુલ ગાંધીએ ઇતિહાસમાં જે થયું છે, તે વાત કરી અને કોઈ મહારાજાએ આવુંના કર્યું હોય તે શક્ય નથી અને ઈતિહાસમાં એવું કાઈના બન્યું હોય તો બતાવો તેમજ ભાજપ તેને મુદ્દો બનાવી રહ્યું છે.