ગુજરાત

gujarat

ETV Bharat / opinion

Social Security: ભારતમાં ઈન્ફોર્મલ સેક્ટરના કર્મચારીઓની "સાર્વત્રિક સામાજિક સુરક્ષા" ક્ષેત્રે વ્યાપક ઉપેક્ષા

મીડિયામાં તાજેતરના સમાચાર અહેવાલો અનુસાર એપ્રિલ-મેમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા, કેન્દ્ર સરકાર લાખો ડોમેસ્ટિક વર્કર્સ માટે લઘુત્તમ વેતન, પેન્શન, આરોગ્ય વીમો, પ્રસૂતિ લાભો અને ભવિષ્ય નિધિ જેવા સામાજિક સુરક્ષા લાભો રજૂ કરી શકે છે. Universal Social Security India Monumental Neglect of its Workforce

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2024, 4:16 PM IST

ભારતમાં ઈન્ફોર્મલ સેક્ટરના કર્મચારીઓની "સાર્વત્રિક સામાજિક સુરક્ષા" ક્ષેત્રે વ્યાપક ઉપેક્ષા
ભારતમાં ઈન્ફોર્મલ સેક્ટરના કર્મચારીઓની "સાર્વત્રિક સામાજિક સુરક્ષા" ક્ષેત્રે વ્યાપક ઉપેક્ષા

હૈદરાબાદઃ સરકારનું આ વલણ તમામ કર્મચારીઓ માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા લાભોને દર્શાવતું વલણ છે. સરકારનું વલણ સંગઠીત અને અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે મહત્વનું બની રહેશે. જો કે, સાર્વત્રિક સામાજિક સુરક્ષા માટેના આ હેતુને પૂરા કરવા માટે ભારતને ખૂબ જ સમય લાગી શકે તેમ છે.

ગત ડિસેમ્બરમાં, સરકારે જાહેરાત કરી હતી કે સમગ્ર દેશમાં 7.58 મિલિયન કર્મચારીઓની નોંધણી સાથે, કેન્દ્ર સરકારની મુખ્ય રોજગાર પ્રોત્સાહન યોજના, આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) તેના પ્રાથમિક લક્ષ્યાંકને વટાવી ગઈ છે. કોવિડ મહામારી વેઠ્યા છતાં સરકારની રોજગાર પ્રોત્સાહન યોજના દ્વારા 7.18 મિલિયન કર્મચારીઓને લાભ આપ્યો.

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા અમલી થનાર આ યોજના, વિવિધ ઉદ્યોગોમાં એમ્પ્લોયર્સ આર્થિક ભારણ ઘટાડે છે અને તેમને વધુ કર્મચારીઓ રાખવા માટે પ્રેરિત કરે છે. ABRY હેઠળ, ભારત સરકાર કર્મચારીનો હિસ્સો (વેતનના 12%) અને એમ્પ્લોયરનો હિસ્સો (વેતનના 12%) અથવા ફક્ત કર્મચારીનો હિસ્સો એમ બંને સમયગાળા માટે EPFO ​​સાથે નોંધાયેલ રોજગારની તાકાતને આધારે પ્રદાન કરશે.

ABRY હેઠળ, EPFO ​​અને તેમના નવા કર્મચારીઓ જેઓ દર મહિને રૂ. 15,000 કરતાં ઓછો પગાર મેળવતા હોય તેમણે એસ્ટાબ્લિશમેન્ટના લાભ આપવામાં આવે છે. જો એસ્ટાબ્લિશમેન્ટ 1 ઓક્ટોબર, 2020ના રોજ અથવા તે પછી અને 30 જૂન, 2021 સુધી નવા કર્મચારીઓને લે તેમને આ નિયમ લાગુ પડે છે. આ ઉપરાંત માર્ચથી સપ્ટેમ્બર 2020ની વચ્ચે જેમણે નોકરી ગુમાવી છે તેવા કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે આ યોજનાનો વ્યાપ 31 માર્ચ, 2022 સુધી વિસ્તારવામાં આવ્યો છે.

31 માર્ચ, 2022 સુધી નોંધાયેલા કર્મચારીઓને નોંધણીની તારીખથી 2 વર્ષ સુધી લાભ મળવાનું ચાલુ રહેશે. ABRY હેઠળ, કેન્દ્ર સરકારે 1.52 લાખ સંસ્થાઓ દ્વારા 60 લાખથી વધુ કર્મચારીઓને રૂ. 10,000 કરોડથી વધુનું ચૂકવણું કર્યું છે. ખાસ કરીને, આ યોજનાએ કૃષિ ફાર્મ, ઓટોમોબાઈલ, કેન્ટિન, વીમો, માર્બલ ક્વોરી અને હોસ્પિટલો જેવા 194 વેરિયસ સેક્ટરને આવરી લીધા છે. જો કે, હકીકત એ છે કે ABRY જેવી બહુચર્ચિત યોજનાઓ ભારતના 2% કર્મચારીઓ સુધી પણ પહોંચી શકી નથી.

ભારતમાં ઈન્ફોર્મલ કામદારોની અવગણના હંમેશા થતી આવી છે.

ભારતના લાર્જ ઈન્ફોર્મલ સેક્ટરમાં કામ કરતા ભારતીય કર્મચારીઓના એક મોટા વર્ગને બાકાત રાખવાથી માત્ર ભારતીય અર્થતંત્રની ઉત્પાદકતા પર જ નહીં, પરંતુ દેશમાં ગરીબી નાબૂદીમાં પણ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ) અનૌપચારિક કાર્યકરને એવી વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે કે જેને સામાજિક સુરક્ષાનો એક્સેસ નથી.

ભારતમાં 475 મિલિયન એટલે કે 91% કર્મચારીઓ તો ઈન્ફોર્મલ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે, 2022માં રોજગારી મેળવનારાઓમાંથી 58% કર્મચારીઓ ઈન્ફોર્મલ સેક્ટરમાં જોડાયા હતા. બોલિવિયા, મંગોલિયા, નામિબિયા અને દક્ષિણ આફ્રિકા જેવા વિશ્વના ઘણા દેશોમાં આ જ પરિસ્થિતિ છે. વિકાસશીલ દેશો સામાજિક સુરક્ષા પર જીડીપીનો માત્ર 7% ખર્ચ કરે છે. જ્યારે ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)દેશો તેનાથી લગભગ આ ખર્ચ 3 ગણો કરે છે.

સામાન્ય રીતે કહીએ તો, સામાજિક સુરક્ષામાં કામદારોને 2 શ્રેણીઓમાં સહાય પૂરી પાડવામાં આવે છે. સામાજિક સહાય જેમાં કામ ન કરી શકતા વૃદ્ધો, અપંગો, ગરીબો, અને વિધવાઓનો સમાવેશ થાય છે. બીજી શ્રેણી છે વીમો. જેમાં કામ કરવા સક્ષમ કર્મચારીઓને મળતા વિવિધ લાભોનો સમાવેશ થાય છે. આ બીજી શ્રેણીમાં વૃદ્ધાવસ્થા પેન્શન, માતૃત્વ લાભો, મૃત્યુ અને વિકલાંગતાના લાભો સહિત આરોગ્ય કવરેજમાં ઉપલબ્ધ હોય તેવા દરેક લોકોનો સમાવેશ થાય છે.

સોશિયલ સિક્યોરિટી કોડ 2020 અંતર્ગત વર્તમાનમાં 8 સામાજિક સુરક્ષા કાયદાઓને સબમિટ કર્યા છે. ઈન્ફોર્મલ સેક્ટરમાં કામ કરતા કામદારોને હતાશ કર્યા છે, કારણ કે સરકારી નીતિ ઔપચારિક સાહસો પ્રત્યેનો પક્ષપાત અને અનૌપચારિક સાહસોની ઉપેક્ષા કરતી હોય છે.

ઋજુ હૃદયના અર્થશાસ્ત્રીઓ દ્વારા નીચેના આધારો પર તેની ટીકા કરવામાં આવી છે. વર્તમાન સંહિતા ઈન્ફોર્મલ કામદારો વિશે મૌન છે. જેઓ આજીવિકાની શોધમાં એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં જાય છે. બાંધકામ કામદારો હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એક રાજ્યથી બીજા રાજ્યમાં પણ જતા રહે છે.

તે કન્સ્ટ્રક્શન વર્કર્સ ફંડનો લાભાર્થી કઈ રીતે બની શકે? આ કોડ કામદારોની સંખ્યાના સંદર્ભમાં એન્ટરપ્રાઈઝની સાઈઝ પર આધારિત છે. ભારતમાં સામાજિક વીમાનું સાર્વત્રિક કવરેજનું વિઝન હોવું જોઈએ, પછી ભલે તેઓ ખેતી કે બિન ખેતી, પ્રોડક્શન અને સર્વિસ સેક્ટરમાં હોય.

આ ઉપરાંત વર્તમાન સંહિતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પ્રત્યે પણ ઉદાસીનતા સેવે છે.

મજૂર કોન્ટ્રાક્ટરો દ્વારા સપ્લાય કરવામાં આવે છે. જેઓ ઈન્ફોર્મલ સેક્ટરનો નોંધપાત્ર ભાગ છે. વર્તમાન સંહિતાને આવા ઈનવિઝિબલ અને અનડોક્યુમેન્ટેડ કર્મચારીઓની નોંધ લેવી જરુરી છે. દુઃખની વાત એ છે કે અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા અધિનિયમ 2008 અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ, 2004 બંને સામાજિક સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ફળ ગયા છે. વર્તમાન સંહિતામાં પણ ભારતે વંચિત વસ્તીના મોટા વર્ગને સામાજિક અસુરક્ષાથી બચાવવાની સુવર્ણ તક ગુમાવી છે.

વર્તમાન સંહિતાની બીજી ખામી એ છે કે તે માત્ર સામાજિક વીમાને લાગુ પડે છે, સામાજિક સહાયને નહીં. પ્રાથમિક અને મૂળભૂત ઉપચારાત્મક આરોગ્ય સેવાઓ એ જાહેર ભલાઈ અને નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. રાજ્ય દ્વારા મુખ્યત્વે સામાન્ય કરની આવકમાંથી પૂરી પાડવામાં આવવી જોઈએ.

આ નેશનલ હેલ્થ પોલિસી 2017ના લક્ષ્યોને અનુરૂપ છે. તમામ સંસ્થાઓ 65 મિલિયનથી વધુ હોવાનો અંદાજ છે. જેમાંથી બે તૃતીયાંશ સંસ્થાઓ તો ઈન્ફોર્મલ સેક્ટરમાં છે. આ સંસ્થાઓ કોઈ એક પ્રમુખ સંસ્થા સાથે નોંધાયેલ હોવી જોઈએ. જો કે આમાં મોટો પડકાર લીસ્ટ ટ્રાન્ઝેક્શન કોસ્ટ છે.

ભારતમાં 46 કરોડ શ્રમિકો માટે નાણાકીય સામાજિક સુરક્ષાની અનિવાર્યતા છે.

રાજકોષીય અને વહીવટી દૃષ્ટિકોણથી આ એક સર કરી શકાય તેવો હેતુ છે. વૈશ્વિક સ્તરે, દેશો રાષ્ટ્રીય સામાજિક વીમા પ્રણાલીઓને ભંડોળ પૂરું પાડવા માટે 3માંથી 1 પદ્ધતિને અનુસરે છે: એમ્પ્લોયર અને એમ્પલોઈ દ્વારા યોગદાન. જેમાં કોઈપણ એક દ્વારા બિન-ફાળો આપનાર, જ્યાં પ્રીમિયમની રકમ કરની આવકમાંથી સરકાર દ્વારા ચૂકવવાની હોય છે; અને બે પદ્ધતિઓનું સંયોજન. વિવિધ પ્રકારના કામદારો (ઔપચારિક અને અનૌપચારિક બંને શ્રેણીઓ હેઠળ) વચ્ચે વ્યાપક અસમાનતાને જોતાં, કાર્યકર-લાભાર્થીઓની ત્રણ શ્રેણીઓ માટે વ્યાપકપણે સામાજિક વીમા પ્રણાલી ડિઝાઇન કરવી શક્ય છે. એક, ગરીબી રેખા નીચે જીવતા સૌથી ગરીબ. બિન-ફાળો આપનાર ગરીબ. , બે, બિન-ગરીબ કામદારો અને બિન-ગરીબ સ્વ-રોજગાર (નોકરીદાતાઓ) દ્વારા આંશિક યોગદાન; અને ઔપચારિક કામદારો માટે, EPFO ​​હેઠળ એમ્પ્લોયર અને કર્મચારી દ્વારા યોગદાન.

સંતોષ મેહરોત્રા અને જ્ઞાતિ કેશરી પરિદા જેવા અર્થશાસ્ત્રીઓ સૌથી ગરીબ 20% વસ્તીને આવરી લેવાનો કુલ ખર્ચ રૂ. 2019-20માં 1,37,737 અબજ થઈ શકે છે. આ GDPના માત્ર 0.69%નો નાનો અંશ હશે. આ રાજ્ય સરકારો દ્વારા સમાન રીતે વહન કરવામાં આવશે. તેથી તમામ રાજ્ય સરકારોને કુલ ખર્ચ GDPના માંડ 0.35% થશે. જો કે ભારતમાં રાજ્ય સરકારો અંદાજે સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે દર વર્ષે રૂ. 1.50 લાખ કરોડ ખર્ચી રહી છે. જે તમામ નાગરિક-કેન્દ્રિત યોજનાઓ પર ખર્ચવામાં આવે છે. ખાસ કરીને ઈન્ફોર્મલ સેક્ટરમાં કર્મચારીઓને સાર્વત્રિક સામાજિક સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી એક વ્યાપક કાયદો ઘડવાનો ભારત માટે યોગ્ય સમય છે.

બાળકોની સંખ્યા 2050 સુધીમાં બમણી અને તેના કરતા વધી જશે. 60 અને તેથી વધુ વયના લોકોની સંખ્યા 2022માં 149 મિલિયન (14.9 કરોડ) થી વધીને 2050 માં 347 મિલિયન (34.7 કરોડ) થશે. આનો અર્થ એ થયો કે ભારત આગામી થોડા વર્ષોમાં વૃદ્ધ રાષ્ટ્ર બની જશે. જ્યારે આર્થિક રીતે આશ્રિત વસ્તીના ઓછા પ્રમાણ દ્વારા વર્ગીકૃત થયેલ વસ્તી વિષયક ડિવિડન્ડનો તબક્કો સમાપ્ત થઈ જશે. ભારતમાં વર્તમાન વર્કફોર્સના 90%થી વધુને આજે કોઈ સામાજિક સુરક્ષા નથી. જ્યારે આટલી મોટી વસ્તી કોઈપણ આધાર વિના વૃદ્ધ થઈ જશે.

જ્યાં સુધી દેશની સરકારો સામાજિક સુરક્ષા જરૂરિયાતોનાને પૂર્ણ કરવાની મહત્વપૂર્ણ જવાબદારીને ઓળખશે તો જ 2047 સુધીમાં ભારત આર્થિક અસમાનતાઓ વિના 'વિકસિત ભારત' તરીકે ઉભરી આવશે.

  1. Dahod News: રોઝમ ગામે પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા બે શ્રમજીવીના મોત
  2. Surat News : સચિન GIDCમાં દિવાલ પડી જતા મજૂરો દબાયા, એક મજૂર દોઢ કલાકની મહેનત બાદ બહાર નીકળ્યો, એકનું મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details