ઈસ્લામાબાદ:ભારતીય નાગરિક સરબજીત સિંહના હત્યારા અમીર સરફરાઝની રવિવારે પાકિસ્તાનના લાહોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે અજાણ્યા બંદૂકધારીઓએ આમિર સરફરાઝ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.
શું છે સમગ્ર મામલો:ખતરનાક ગુનેગાર સરફરાઝે 2013માં લાહોરની કોટ લખપત જેલમાં બંધ સરબજીત સિંહ પર હુમલો કર્યો હતો. આ પછી મે 2013માં હાર્ટ એટેકના કારણે સરબજીત સિંહનું લાહોરની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. બાદમાં સરબજીત સિંહ પર હુમલો કરવા બદલ આમિર સરફરાઝ અને અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, સરફરાઝ અને અન્ય આરોપીને પુરાવાના અભાવે 2018માં પાકિસ્તાનની અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા.
સરબજીત સિંહની જાસૂસીના આરોપમાં ધરપકડ: પાકિસ્તાને પંજાબના રહેવાસી સરબજીત સિંહની 1990માં જાસૂસીના આરોપમાં ધરપકડ કરી હતી. જોકે, તેમના પરિવાર અને ભારત સરકારે જાસૂસીના આરોપોને નકારી કાઢ્યા હતા. સરબજીતને 23 વર્ષ સુધી લાહોરની કોટ લખપત જેલમાં રાખવામાં આવ્યો હતો.
જેલમાં સરબજીત પર હુમલો:ભારતમાં સંસદ પર આતંકવાદી હુમલાના દોષિત અફઝલ ગુરુને ફાંસીની સજા સંભળાવ્યા બાદ અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝ અને અન્ય કેદીઓએ જેલમાં સરબજીત પર હુમલો કર્યો હતો. 49 વર્ષીય સરબજીત પર જેલમાં ઈંટો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને લાહોરની જિન્નાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
- પાકિસ્તાનમાં ઇદના તહેવાર ટાણે મોંઘવારીનો માર, ચપ્પલની કિંમત જાણી ચોંકી જશો - Inflation In Pakistan During Eid