નવી દિલ્લી: લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારના રોજ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપ પર થયેલા કથિત હત્યાના પ્રયાસ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે, આવા કૃત્યોની આકરા શબ્દોમાં નિંદા કરવી જોઇએ.
રાહુલ ગાંધીએ એકસ પર શું કહ્યું?: પેંસિલ્વેનિયામાં એક ચૂંટણી રેલીમાં કથિત હત્યાના પ્રયાસ દરમિયાન તેમને કાનમાં ગોળી વાગતા ટ્રંપ ઘાયલ થયા હતા. ત્યાર બાદ સીક્રેટ સર્વિસના એક સદસ્યએ એક પુરુષ હુમલાખોરને ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીએ એક્સ પર પોસ્ટમાં કહ્યું કે," હું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર થયેલા હત્યાના પ્રયાસથી બહુ જ ચિંતામાં છું. આવા પ્રકારના કાર્યોની આકરા શબ્દોમાં નિંદા કરવી જોઇએ
હુમલામાં ટ્રંપના કાનમાં ગોળી વાગી:પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ટ્રંપને જલ્દી અને પૂર્ણ સ્વસ્થ થવાની કામના કરી હતી. અમેરિકન સિક્રેટ સર્વિસે કહ્યું કે, 78 વર્ષીય ટ્રંપના જમણા કાનના ઉપરના ભાગ પર ગોળી વાગી હતી. જ્યારે શનિવારના રોજ બટલરના રૈલી સ્થળની બહાર એક ઉંચી જગ્યા પરથી શંકાસ્પદ શૂટરે મંચ પર ઘણી ગોળીઓ ચલાવી હતી.
હુમલાખોરે એક દર્શકની હત્યા કરી: હુમલાખોરે રૈલીમાં એક દર્શકની હત્યા કરી નાખી હતી અને અન્ય બે લોકો ગંભીર રુપથી ઘાયલ થયા હતા. સીક્રેટ સર્વિસના એજન્ટોએ ટ્રંપને ઘેરી લીધા હતા અને પોડિયમ પાછળ સંતાઇ ગયા હતા. ટ્રંપના જમણા કાન પર લોહી જોઇ શકાય છે, જ્યારે એજન્ટોએ તેમને ઘેરીને મંચથી ઉતારીને તેમની રાહ જોઇ રહેલા વાહન સુધી લઇ ગયા હતા.
- PM મોદીએ ટ્રમ્પ પર હુમલાની ઘટનાને વખોડી, કહ્યું મારા મિત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર થયેલા હુમલાથી ચિંતિત - Attack on Donald Trump
- ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર 20 વર્ષીય હુમલાખોરની થઈ ઓળખ, હુમલા પાછળનો હેતુ જાણવા પોલીસની મથામણ - attack on us donald trump