ગુજરાત

gujarat

ETV Bharat / international

Imran Khan Cypher case : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 10 વર્ષની જેલ, જાણો સમગ્ર મામલો... - રાષ્ટ્રીય સુરક્ષા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સાઇફર કેસમાં તેને આ સજા આપવામાં આવી છે. તેમના પર ગુપ્ત માહિતી સાર્વજનિક કરવાનો આરોપ હતો. તેમની સાથે તાત્કાલીન વિદેશપ્રધાનને પણ જેલની સજા થઈ છે. જાણો સમગ્ર મામલો...

ઈમરાન ખાનને 10 વર્ષની જેલ
ઈમરાન ખાનને 10 વર્ષની જેલ

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 4:56 PM IST

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને પૂર્વ વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીને અદાલતે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. નોંધનીય છે કે, બંને પર ગુપ્ત માહિતી સાર્વજનિક કરવાનો આરોપ હતો. જેમાં સાઈફર કેસ ચાલી રહ્યો હતો.

શું છે સમગ્ર મામલો ?આ સમગ્ર કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. ઈમરાનખાન પર પાકિસ્તાનની ગુપ્ત માહિતીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવાનો આરોપ હતો. નોંધનીય છે કે, જે સમયે ઈમરાનખાનની સત્તા ખતરામાં હતી ત્યારે ખુલ્લેઆમ અમેરિકા પર આરોપ લગાવતા ઈમરાન ખાને કહ્યું હતું કે, અમેરિકાના ઈશારે તેમને સત્તા પરથી હટાવવામાં આવી રહ્યા છે. ઈમરાન ખાને વધુમાં કહ્યું હતું કે, વોશિંગ્ટનમાં સ્થિત પાકિસ્તાની દૂતાવાસ તરફથી તેમને એક ગુપ્ત માહિતી આપવામાં આવી હતી. ઈમરાન ખાને આ માહિતી શેર કરી છે. જેને સાઇફર અથવા સિફર કેસ કહેવામાં આવે છે. ઈમરાન ખાનની સાથે તત્કાલીન વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

હવે શું કરશે ઈમરાનખાન ?ઈમરાન ખાન હાલ રાવલપિંડી જેલમાં બંધ છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ઈમરાન ખાન ચૂંટણી લડવા ઇચ્છતા હતા. પરંતુ આ નિર્ણય બાદ ચૂંટણી લડવાની તેમની આશાને મોટો ફટકો પડ્યો છે. તેમની પાર્ટીનું નામ PTI (Pakistan Tehreek-e-Insaf) છે. થોડા દિવસ પહેલા તેમની પાર્ટીનું ચૂંટણી ચિન્હ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. જોકે, કેટલાક લોકોનું માનવું છે કે ઈમરાન ખાન આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે.

  1. Pakistan News: ઈમરાન ખાન સાથે સંબંધિત સિફર કેસમાં સુપ્રીમ કોર્ટમાં જશે પાકિસ્તાનની કાર્યવાહક સરકાર
  2. પાકિસ્તાનઃ ઈમરાન ખાનને આજે વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details