ગુજરાત

gujarat

ETV Bharat / international

કેનેડામાં મંદિર પર હુમલો, ઘટનાસ્થળે ખાલિસ્તાની ઝંડા દેખાયા

કેનેડામાં ખાલિસ્તાનીઓએ ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. છેલ્લા બે વર્ષમાં આવી ડઝનબંધ ઘટના અહીં બની છે.

કેનેડામાં મંદિર પર હુમલો
કેનેડામાં મંદિર પર હુમલો (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2024, 11:09 AM IST

કેનેડા : ખાલિસ્તાનીઓએ કેનેડાના બ્રામ્પટનમાં એક હિન્દુ મંદિર અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. આ હુમલાને લઈને હિંદુ સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ખાલિસ્તાનીઓના હાથમાં પીળો ઝંડો જોવા મળી રહ્યો છે. તેઓ ભક્તો પર લાકડીઓ વડે હુમલો કરતા પણ જોવા મળ્યા હતા. આ હુમલાને લઈને હવે હોબાળો મચી ગયો છે.

કેનેડામાં મંદિર પર હુમલો :કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા હુમલાની આકરી નિંદા કરી છે. ધાર્મિક સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂકતા ટ્રુડોએ કહ્યું કે, દરેક કેનેડિયનને મુક્તપણે અને સુરક્ષિત રીતે તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.

વડાપ્રધાન ટ્રુડો આકરી નિંદા કરી :વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોસ્ટ શેર કરતા લખ્યું, 'બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં આજે જે હિંસા થઈ તે અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. સમુદાયની સુરક્ષા અને આ ઘટનાની તપાસ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા બદલ પોલીસનો આભાર.'

કેનેડાના વિપક્ષી નેતાએ કહ્યું...

કન્ઝર્વેટિવ સાંસદ પોલીવરે હુમલાની નિંદા કરી અને લોકોને એક થવાનું અને અરાજકતાનો અંત લાવવાનું વચન આપ્યું. સાથે જ X પર એક પોસ્ટ શેર કરતા વિપક્ષી નેતા પોલીવરે લખ્યું, 'આજે બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભક્તોને નિશાન બનાવવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.' બધા કેનેડિયનોને શાંતિથી તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કન્ઝર્વેટિવ સ્પષ્ટપણે આ હિંસાની નિંદા કરે છે. હું મારા લોકોને એક કરીશ અને અરાજકતાને ખતમ કરીશ.

  1. ખાલિસ્તાની આતંકવાદી પન્નૂએ એર ઇન્ડિયાના મુસાફરોને આપી "ધમકી"
  2. ખાલિસ્તાની આતંકવાદી પન્નુનો મોટો ખુલાસો, પીએમ ટુડો સાથે સંબંધો

ABOUT THE AUTHOR

...view details