વોશિંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટિશ શાહી પરિવારના સભ્ય પ્રિન્સ હેરીને દેશનિકાલ નહીં કરે અને તેનું કારણ તેમની પત્ની મેઘન માર્કલ છે. ટ્રમ્પે પ્રિન્સ હેરીની પત્ની મેઘન માર્કલની સાથે ચાલી રહેલા વ્યક્તિગત પડકારોનો ઉલ્લેખ કરતા તેમને દેશનિકાલ કરવાના કોઈ પણ પગલાનો ઈન્કાર કર્યો છે.
પ્રિન્સ હેરીએ ડ્રગ્સની વાત છુપાવી:તમને જણાવી દઈએ કે, પ્રિન્સ હેરીએ તેમની યુએસ વિઝા અરજીમાં ડ્રગ્સના સેવન વિશેની માહિતી છુપાવી હતી. ખરેખર, હેરીએ તેની આત્મકથા 'સ્પેયર' માં ડ્રગ્સ લેવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દાને લઈને, અમેરિકન સંગઠન હેરિટેજ ફાઉન્ડેશને સરકાર પાસે પ્રિન્સ હેરીને દેશનિકાલ કરવાની માંગ કરી હતી. યુએસ વિઝા કાયદા મુજબ, અરજદારોએ વિઝા સંબંધિત બધી માહિતી આપવી પડે છે. પરંતુ પ્રિન્સ હેરીએ એ હકીકત છુપાવી હતી કે, તેમણે ડ્રગ્સ લીધા હતા.
ટ્રમ્પે શું કહ્યું?:ન્યૂયોર્ક પોસ્ટ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, તેઓ હેરી સામે કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી. તેણે કહ્યું કે, 'હું આ કરવા માંગતો નથી.' ન્યૂ યોર્ક પોસ્ટ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, 'હું તેમને એકલા છોડી દઈશ.' તેઓને તેમની પત્ની સાથે ઘણી બધી સમસ્યાઓ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, હેરીના વિઝા અંગેના કાનૂની પડકારો વચ્ચે આ નિવેદન આવ્યું છે. ખાસ કરીને, હેરિટેજ ફાઉન્ડેશને વિઝા અરજી પ્રક્રિયા દરમિયાન હેરી તેના ભૂતકાળના ગેરકાયદેસર ડ્રગના ઉપયોગનો ખુલાસો ન કરે તેવી શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.