ગુજરાત

gujarat

ETV Bharat / international

BRICS 2024: પુતિને કહ્યું, '30 થી વધુ દેશોએ સંગઠનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે' - BRICS SUMMIT 2024 LIVE UPDATE

રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ સંમેલન
રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ સંમેલન (Social Media, BRICS News)

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2024, 3:06 PM IST

Updated : Oct 23, 2024, 6:47 PM IST

કઝાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના કઝાન શહેરમાં છે, જ્યાં આજે તેઓ બ્રિક્સ સંમેલનમાં ભાગ લઈ રહ્યાં છે. બ્રિક્સ સંમેલનમાં આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્રિક્સની બેઠકમાં કહ્યું કે 30થી વધુ દેશો બ્રિક્સમાં સામેલ થવા માંગે છે અને આ આ સંગઠનની મોટી સફળતા છે. તેમણે કહ્યું કે અમે આ અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ, અને અમારી સંસ્થાની કાર્યક્ષમતા જાળવી રાખવા પર પણ ભાર આપી રહ્યા છીએ.

LIVE FEED

5:25 PM, 23 Oct 2024 (IST)

'UPIની સફળતા મહાન છે, BRICS પણ તેને અપનાવી શકે છે': PM Modi

કઝાન: પીએમ મોદીએ કહ્યું, "બ્રિક્સ એ 30 ટ્રિલિયન ડૉલરથી વધુની મોટી અર્થવ્યવસ્થા છે. અમે સુધારા અંગે ઘણા પગલાં લીધા છે. વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત સુધારા છે. બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને બ્રિક્સ વિમેન બિઝનેસ એલાયન્સે અમારા આર્થિક સહયોગને વધારવામાં મદદ કરી છે. આ વર્ષે બ્રિક્સની અંદર WTO સુધારા, કૃષિમાં વેપાર સુવિધા, લવચીક પુરવઠા શૃંખલાઓ અને વિશેષ આર્થિક ક્ષેત્રો અંગેની સર્વસંમતિએ આપણા આર્થિક સહયોગને મજબૂત બનાવવામાં વિશેષ ભૂમિકા ભજવી છે.

3:04 PM, 23 Oct 2024 (IST)

બ્રિક્સની બેઠકમાં 30થી વધુ દેશો સામેલ થવા માંગે છે: રાષ્ટ્રપતિ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્રિક્સની બેઠકમાં કહ્યું કે 30થી વધુ દેશો બ્રિક્સમાં સામેલ થવા માંગે છે અને આ આ સંગઠનની મોટી સફળતા છે. તેમણે કહ્યું કે અમે આ અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ, અને અમારી સંસ્થાની કાર્યક્ષમતા જાળવી રાખવા પર પણ ભાર આપી રહ્યા છીએ.

Last Updated : Oct 23, 2024, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details