ગુજરાત

gujarat

ETV Bharat / international

કોણ છે સીરિયામાં HTSનો નેતા અબુ મોહમ્મદ અલ-જોલાની ? - HTS LEADER ABU MOHAMMED AL JOLANI

સીરિયામાં વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ અસદના શાસનના અંતની જાહેરાત કરી દીધી છે. અહીં વિદ્રોહના વમળ વચ્ચે એક નામ ખૂબ જ ઝડપથી ઉભરી આવ્યું છે.

HTSનો નેતા અબુ મોહમ્મદ અલ-જોલાની
HTSનો નેતા અબુ મોહમ્મદ અલ-જોલાની (AFP)

By AFP

Published : Dec 8, 2024, 3:24 PM IST

હૈદરાબાદ: હયાત તહરિર અલ-શામ એટલે કે HTSના વડા અબુ મોહમ્મદ અલ-જોલાની ઇસ્લામિક નેતા છે, પરંતુ તે આધુનિક હોવાનો દાવો કરે છે. 2016માં જોલાનીએ HTSને અલ કાયદાથી અલગ કરી દીધું હતું.

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદનો અંત: સીરિયામાં વિદ્રોહીઓએ કબજો જમાવી લીધો છે. બળવાખોરોએ રવિવારે (8 ડિસેમ્બર 2024) રાજધાની દમાસ્કસ અને સરકારી ટીવી નેટવર્ક પર કબજો કર્યો હતો. મીડિયા અહેવાલો મુજબ, સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિમાનમાં સવાર થઈને અજાણ્યા સ્થળ તરફ રવાના થઈ ગયા છે. સેનાને આત્મસમર્પણ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

કોણ છે અબુ મોહમ્મદ અલ-જોલાનીઃએકંદરે, સીરિયન બળવાખોર જૂથ હયાત તહરિર અલ શામ (HTS) એ સમગ્ર સીરિયા પર કબજો કરવાની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે HTS શું છે અને તેનો નેતા અબુ મોહમ્મદ અલ જોલાની કોણ છે, જેણે તમામ બંદૂકધારી બળવાખોરોને એક કર્યા અને રાષ્ટ્રપતિ બશર અલ-અસદને દેશ છોડીને ભાગી જવા માટે મજબૂર કર્યા.

જોલાની ઉપર આજે પણ 10 મિલિયન ડોલરનું ઈનામ

સીરિયામાં વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ અસદના શાસનનો અંતની જાહેરાત કરી દીધી છે. અહીં વિદ્રોહના વમળ વચ્ચે એક નામ ઝડપથી ઉભરીને સામે આવ્યું છે.આ નામ છે મોહમ્મદ અલ જોલાનીનું. જોલાની હયાત તહરીર અલ શામનો વડો છે. ક્યારેક ઈરાનની અમેરિકી જેલમાં બંધ રહેલા જોલાની નામના આ શખ્સ પર આજે પણ 10 મિલિયન ડોલરનું ઈનામ છે. 42 વર્ષના જોલાની સીરિયાઈ રાષ્ટ્રપતિ બશર-અલ-અલ-અસદના વિરૂદ્ધ વિદ્રોહમાં પોતાની રણનીતિથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. તે સીરિયાઈ સિવિલ વૉરનો મુખ્ય ચહેરો બની ચુક્યો છે.

બાળપણમાં ગ્રોસરી સ્ટોરમાં કર્યુ કામ

જોલાનીનું સાચું નામ અહમદ અલ-શારા છે, તેનો જન્મ વર્ષ 1982માં સીરિયામાં થયો હતો.જોલાની વિશે એવું જાણવા મળ્યું છે કે, તેનું પ્રારંભીક જીવન સંઘર્ષમાં વિત્યુ હતું. વર્ષ 1967ના યુદ્ધ દરમિયાન પરિવારને ઘર છોડવાની મજબુરી આવી પડી હતી. ત્યાર બાદ તે પોતાની ઓળખ છુપાવીને જીવી રહ્યો હતો.વર્ષ 2021માં એક ઈન્ટરવ્યૂમાં જોલાનીએ જણાવ્યું હતું કે, તે દમાસ્કમાં રહેતો હતો અને તેના પિતાની ગ્રોસરી સ્ટોરમાં કામ કરતો હતો. પરંતુ 11 સપ્ટેમ્બર 2001 હુમલા બાદ જ્યારે અમેરિકાએ આંતક વિરૂદ્ધ યુદ્ધ શરૂ કર્યુ તો તે બગદાદમાં અમેરિકા વિરૂધ્ધ લંડન પહોંચી ગયો. અહીં તેણે અલ કાયદા ઈરાન સાથે મળીને અમેરિકી સેના સામે બાથ ભીડી હતી. વર્ષ 2005માં જ્યારે જોલાનીની ઉંમર આશરે 23 વર્ષ હતી, ત્યારે તે મોસુમલમાં પકડાઈ ગયો હતો ત્યાર બાદ તેને કેમ્પ બુક્કામાં અમેરિકી જેલમાં રાખવામાં આવ્યો હતો.

સીરિયામાં સિવિલ વોરમાં આવી રીતે જોડાયો

જોલાનીને અમેરિકી જેલમાંથી પાંચ વર્ષ બાદ મુક્તી મળી હતી. અલકાયદા ઈરાનએ અબૂ બકર અલ બગદાદીના નેતૃત્વમાં પોતાને ઈસ્લામિક સ્ટેટ તરીકે ઓળખાવ્યો. જોકે, બાદમાં બગદાદી અને જોલાનીમાં દુશ્મની થઈ ગઈ. પરંતુ સમયે એક સમયે બંને ખુબ સારા મિત્રો હતા.વર્ષ 2011માં જ્યારે સીરિયામાં અસદ સરકારે વિદ્રોહીઓ સામે હુમલાઓ શરૂ કર્યા તો ઈસ્લામિક સ્ટેટના નેતા જોલાનીને ત્યાં પોતાના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યો હતો. સીરિયન સિવિલ વૉર શરૂ થયા બાદ જોલાનીએ અલકાયદાના સહયોગી પદે જભત અલ-નસરાની સ્થાપના કરી અને ખુબ ટૂંકા ગાળામાં આ સંગઠને ખુબ જ ખતરનાક ઓળખ બનાવી લીધી.

  1. વિદેશ મંત્રી જયશંકર બહેરીન પહોંચ્યા, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે
  2. ભારતે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી, નાગરિકોને આપી કડક સૂચના

ABOUT THE AUTHOR

...view details