નવી દિલ્હી:નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં રાજકીય મહાનુભાવોની સાથે ફિલ્મી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. આ સાથે નવા ચૂંટાયેલા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પણ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી હતી. જ્યાંથી તેના ફોટા અને વીડિયો વાયરલ થયા છે.
સોશિયલ મીડિયા પર શેર કર્યો લુક
શપથ ગ્રહણ સમારોહના એક કલાક પહેલા કંગના રનૌતે પોતાનો લુક શેર કર્યો હતો. રનૌતે તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ફેન્સને તેના લૂક વિશે જણાવ્યું હતું. વીડિયો શેર કરતી વખતે કંગનાએ લખ્યું, 'મારો શપથ દિવસ લુક જુઓ, કેવો છે'. કંગના મોતી અને નીલમણિનો હાર અને કાનની બુટ્ટી પહેરેલી જોઈ શકાય છે. આ સાથે તેણે સાડીમાં પોતાની હાજરી નોંધાવી હતી. તેણે મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. કંગના રનૌત ઉપરાંત અક્ષય કુમાર, શાહરૂખ ખાન, અનિલ કપૂર, રવિના ટંડન, અનુપમ ખેર, રજનીકાંત, રાજકુમાર હિરાણી, વિક્રાંત મેસી જેવા સ્ટાર્સે પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
અભિનેત્રી-રાજકારણી કંગના રનૌતે મંડી લોકસભા બેઠક પર વિક્રમાદિત્ય સિંહ સામે 74,755 મતોથી જીત મેળવી હતી. 'ક્વીન' અભિનેત્રીએ પત્રકારોને કહ્યું હતું કે, તે મંડીના પરિણામને લઈને ખૂબ જ ભાવુક હતી અને કહ્યું હતું કે તેની માતૃભૂમિએ તેને પરત બોલાવી છે. આજે શપથ ગ્રહણ સમારોહમાં મોદી 3.0 કેબિનેટે પણ શપથ લીધા હતા.
- નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા અક્ષય કુમાર-શાહરુખ ખાન, આ સેલેબ્સ પણ જોવા મળ્યા - Celebs At Narendra Modi Oath Ceremony