ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા અક્ષય કુમાર-શાહરુખ ખાન, આ સેલેબ્સ પણ જોવા મળ્યા - Celebs At Narendra Modi Oath Ceremony

નરેન્દ્ર મોદી આજે 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ લીધા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં બોલિવૂડથી લઈને સાઉથ સુધીના ઘણા સેલેબ્સ ભાગ લેવા પહોચ્યા છે.

Etv BharatCELEBS AT NARENDRA MODI OATH CEREMONY
Etv BharatCELEBS AT NARENDRA MODI OATH CEREMONY (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 9, 2024, 7:50 PM IST

નવી દિલ્હી: આજે એટલે કે 9 જૂને નરેન્દ્ર મોદી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેઈ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાનથી લઈને રજનીકાંત સુધીના બોલિવૂડ અને સાઉથ સેલેબ્સ સામેલ થયા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અક્ષય-શાહરુખ ઉપરાંત કંગના રનૌત, અનિલ કપૂર, વિક્રાંત મેસી, રાજુ હિરાણી, અનંત અંબાણી જેવા સ્ટાર્સ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે.

કંગના રનૌત-અનિલ કપૂર સહિત આ સ્ટાર્સ પણ પહોંચ્યા:બોલિવૂડ એક્ટ્રેસ અને મંડીના નવા ચૂંટાયેલા સાંસદ કંગના રનૌત અને એક્ટ્રેસ રવિના ટંડન પણ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી હતી. થપ્પડની ઘટના બાદ કંગના પહેલીવાર કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહી છે. તેમના સિવાય સાઉથના મેગાસ્ટાર રજનીકાંત, બોલિવૂડ સ્ટાર વિક્રાંત મેસી, રાજકુમાર હિરાણી, અનિલ કપૂર, અનુપમ ખેરે પણ ભાગ લીધો હતો. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે મોદીજીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

અનુપમ ખેર-હેમા માલિનીએ શુભેચ્છા પાઠવી: બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેવા બદલ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, 'ભારતના નાગરિક તરીકે, શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાની આ મારી ત્રીજી તક હશે. આ ચોક્કસપણે ખાસ છે, પરંતુ સૌથી મોટી અને ખાસ વાત એ છે કે ત્રણેય વખત વડાપ્રધાન એક જ રહ્યા છે. આજે સાંજે સંવાદ પણ એ જ હશે, હું નરેન્દ્ર દામોદરદાસ મોદી…, જય હો! જય હિન્દ!

નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે:નરેન્દ્ર મોદી એવા પ્રથમ બીજેપી નેતા છે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવા જઈ રહ્યો છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NDA સહયોગી પક્ષોના 12 મંત્રીઓને મોદી સરકાર 3.0માં સ્થાન મળશે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને જનતા દળ-યુનાઈટેડ (જેડીયુ) ના બે-બે સભ્યો અને અન્ય આઠ પક્ષોના એક-એક સભ્ય નવી સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.

અહેવાલો અનુસાર, ભાજપ પાસે ચાર મુખ્ય મંત્રાલયો હશે - ગૃહ, સંરક્ષણ, વિદેશ અને નાણાં મંત્રાલય. આ સિવાય એનડીએના સહયોગીઓને અન્ય મોટા મંત્રાલયો મળવાની શક્યતા છે. મોદી 3.0 કેબિનેટમાં યુપીના સાંસદ હોવાની શક્યતા ઓછી છે.

  1. શપથ લેતા પહેલા અજય દેવગણે પીએમ મોદીને મોકલી શુભેચ્છાઓ, કહ્યું- ફરીથી વડાપ્રધાન બનવા બદલ... - Ajay Devgn Wishes PM Modi

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details