મુંબઈ:14 એપ્રિલ, 2024ના રોજ સલમાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ફાયરિંગ બાદ દેશભરમાં સલમાન ખાનના ચાહકો સ્ટાર માટે ચિંતિત છે. ફાયરિંગ કેસના બે આરોપી સાગર પાલ અને વિકી ગુપ્તાની ધરપકડ કરીને ભુજ લાવવામાં આવ્યા હતા. તેઓ હવે વધુ તપાસ માટે મુંબઈમાં છે.
ગાઝિયાબાદમાંથી એક વ્યક્તિની ધરપકડ: હવે મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે સલમાન ખાનના ઘરેથી બાંદ્રા પોલીસ સ્ટેશન સુધી કેબ બુક કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસે 20 વર્ષના આરોપી રોહિત ત્યાગીની યુપીના ગાઝિયાબાદથી ધરપકડ કરી છે. તેણે અભિનેતા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટથી લઈને બાંદ્રા પોલીસ સ્ટેશન સુધી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે કાર બુક કરાવી હતી. તેને બે દિવસ માટે બાંદ્રા પોલીસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
શૂટિંગ માટે 1 લાખ એડવાન્સ આપ્યા:આ કેસની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો નવી દિલ્હી, બિહાર, ગુજરાત અને રાજસ્થાન મોકલવામાં આવી હોવાના અહેવાલ છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે અનમોલ બિશ્નોઈ દ્વારા આરોપીઓને શૂટિંગ માટે એડવાન્સ તરીકે 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. અને શુટીંગ બાદ 3 લાખ રૂપિયાનું વચન આપવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?:ગત રવિવારે સવારે લગભગ 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે બાઇક સવાર યુવકોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સલમાન ખાન તેના પરિવાર સાથે ઘરે હાજર હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ હુમલાની જવાબદારી લીધી છે. આ ઉપરાંત પહેલી અને છેલ્લી ચેતવણી પણ સલમાન ખાનને આપવામાં આવી છે.
- સલમાન ખાન હાઉસ ફાયરિંગ ઘટના: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતમાં બે શંકાસ્પદોને ઝડપ્યા - Salman Khan House Firing Incident