ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

રોક બેન્ડ "મરૂન 5"નું ભારતમાં ડેબ્યૂ: આ તારીખથી કરી શકશો કોન્સર્ટની ટિકિટ બુક... - MAROON 5 CONCERT INDIA

ટિકિટિંગ પ્લેટફોર્મ BookMyShow એ જાહેરાત કરી છે કે અમેરિકન પોપ-રોક બેન્ડ Maroon 5 ભારતમાં તેનો પ્રથમ કોન્સર્ટ કરશે.

રોક બેન્ડ મરૂન 5નું ભારતમાં ડેબ્યૂ
રોક બેન્ડ મરૂન 5નું ભારતમાં ડેબ્યૂ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2024, 1:41 PM IST

હૈદરાબાદ: હાલ કોલ્ડપ્લે ટિકિટના ઊંચા ભાવો અંગેનો લોકોનો રોષ ઓછો થવા લાગ્યો છે ત્યાં તો રોક મ્યુઝિકના ચાહકોમાં BookMyShow તરફથી નવી જાહેરાત આપવાં આવી છે. આ જાહેરાતના કારણે ચાહકોમાં ઉત્સાહની નવી લહેર મળી રહી છે. લોકપ્રિય અમેરિકન રોક બેન્ડ મરૂન 5 આ વર્ષના અંતમાં ભારતમાં તેની શરૂઆત કરવા માટે તૈયાર છે. કોલ્ડપ્લેનો વિવાદ શાંત થતાં, ચાહકો આઇકોનિક બેન્ડના પ્રદર્શનની ટિકિટ મેળવવા માટે આશા સેવી રહ્યા છે.

BookMyShow તરફથી કરવામાં આવેલી જાયેરત અનુસાર અમેરિકન રોક બેન્ડ મરૂન 5 અમેરિકામાં કોન્સર્ટ કરવા સજ્જ થઈ ગયા છે. આ ઉપરાંત તેમના દ્વારા આ કોન્સર્ટની ટિકિટ ક્યારે વેચવાની શરૂ થશે તેની પણ માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે જાણવું છે કે, 6 નવેમ્બરથી 12 નવેમ્બર દરમિયાન આ કોન્સર્ટની ટિકિટ ઓનલાઈન વહેચવાની શરૂ કરવામાં આવશે.

ટિકિટનું વેચાણ ક્યારે થશે? અને ક્યાંથી મેળવશો? જાણો...

ચાલકો BookMyShow દ્વારા ટિકિટ ખરીદી શકે છે. કોટક ક્રેડિટ કાર્ડ ગ્રાહકો માટે ટિકિટનું વિશિષ્ટ પ્રી-સેલ 6 નવેમ્બર, 2024ના રોજ બપોરે 12 વાગ્યાથી BookMyShow પર શરૂ થશે. ટિકિટનું સામાન્ય વેચાણ 8 નવેમ્બર, 2024ના રોજ એ જ પ્લેટફોર્મ પર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.

ઉપલબ્ધ વિવિધ ટિકિટ શ્રેણીઓ સાથે, દરેક બજેટને અનુરૂપ વિકલ્પો ઉપલબ્ધ છે. મરૂન 5ની અપાર લોકપ્રિયતાને જોતાં, નિરાશા ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે ટિકિટ બુક કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે ઝડપથી વેચાઈ જવાની અપેક્ષા છે.

મરૂન 5 કોન્સર્ટની તારીખ અને સ્થળ જાણો લો:

મરૂન 5નું આ કોન્સર્ટ 3 ડિસેમ્બર 2024 ના રોજ યોજાવાની છે, મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ત્રણ વખતના GRAMMY વિજેતાઓ દ્વારા હોસ્ટ કરવામાં આવશે, જે બેન્ડ અને તેમના ભારતીય ચાહકો બંને માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પોપ, રોક અને ફંકના તેમના વિશિષ્ટ મિશ્રણ સાથે, મરૂન 5 એ વિશ્વભરના પ્રેક્ષકોને મોહિત કર્યા છે, અને ભારતમાં તેમનો પ્રથમ કોન્સર્ટ એક અવિસ્મરણીય અનુભવ બનશે. ત્યારબાદ રોકર્સ સીધા અબુ ધાબી ગ્રાન્ડ પ્રિકસના યસલામ આફ્ટર-રેસ કોન્સર્ટમાં જશે.'

અમેરિકન પોપ-રોક બેન્ડ Maroon 5 ભારતમાં તેનો પ્રથમ કોન્સર્ટ કરશે (Etv Bharat)

મુંબઈમાં મરૂન 5ના કોન્સર્ટની જાહેરાતથી ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે. જેમ જેમ કાઉન્ટડાઉન શરૂ થાય છે તેમ, બેન્ડના ભારતમાં પ્રવેશની આસપાસની ઉત્તેજના વધતી જાય છે. કોન્સર્ટમાં જનારાઓ તેમની યોજનાઓ અને અપેક્ષાઓ શેર કરી રહ્યા હોવાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ધમાકેદાર છે. ઘણા ભારતીયો માટે, આ બેન્ડને લાઈવ જોવાની જીવનભરની તક હશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી સંગીતપ્રેમીઓ હાજરી આપે તેવી શક્યતા છે.

આ પણ વાંચો:

  1. 'પંચાયત' સિઝન 4 નું શૂટિંગ શરૂ થયું, ફુલેરાથી સચીવજી અને પ્રધાનજીની તસવીરો સામે આવી
  2. અનન્યા પાંડેના બર્થડે: અભિનેત્રીના રૂમર્ડ બોયફ્રેન્ડે સંબંધો પર લગાવી મહોર, કહ્યું 'I Love U'

ABOUT THE AUTHOR

...view details