હૈદરાબાદ:અભિનેતાના ચાહકો સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ના પ્રથમ ગીત 'પુષ્પા-પુષ્પા'ના રિલીઝની રાહ જોઈ રહ્યા છે. 'પુષ્પા-પુષ્પા' ગીત 1લી મેના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે. હાલમાં જ 'પુષ્પા-પુષ્પા'નો પ્રોમો રિલીઝ થયો હતો, જે બાદ અલ્લુ અર્જુનના ચાહકોની આ ગીત માટે ઉત્સુકતા વધી ગઈ છે. હવે ગીતના રિલીઝ પહેલા, પુષ્પાના નિર્માતાઓએ અભિનેતાના ચાહકો માટે આજે 30મી એપ્રિલે એક સરપ્રાઈઝ ગિફ્ટ મૂકી છે. મૈત્રી મૂવી મેકર્સે તેના X હેન્ડલ પર 'પુષ્પા-પુષ્પા' ગીતના અલ્લુ અર્જુનનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે.
આવતીકાલે કેટવા વાગ્યે રિલીઝ થશે: મેકર્સે જણાવ્યું છે કે, 'પુષ્પા-પુષ્પા' ગીત 6 ભાષાઓ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ અને બંગાળીમાં રિલીઝ થશે. નિર્માતાઓએ 'પુષ્પા-પુષ્પા' ગીતનું અલ્લુ અર્જુનનું શાનદાર પોસ્ટર પણ શેર કર્યું છે. આ પોસ્ટરમાં અલ્લુ અર્જુન પેન્ટ-શર્ટમાં ઊભો છે અને પોતાની સ્ટાઈલમાં બીડી ફૂંકતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, અભિનેતાએ તેના હાથ પર મહેંદી લગાવી છે અને સોનાની વીંટી સાથે, તેના પર બંગડીઓ પણ છે. તમને જણાવી દઈએ કે, 'પુષ્પા-પુષ્પા' ગીત આવતીકાલે 1લી મેના રોજ સાંજે 5 વાગ્યે રિલીઝ થશે.