હૈદરાબાદ:'પુષ્પા 2: ધ રુલ' બોક્સ ઓફિસ કલેક્શન ડે 2: દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુને પોતાની એક્શન ડ્રામા ફિલ્મ 'પુષ્પા 2' ની કમાણીથી બોક્સ ઓફિસ પર સફળતાનો ધ્વજ પહેલા દિવસથી જ લગાવી દીધો છે. આશરે 350 કરોડના બજેટમાં બનેલી 'પુષ્પા 2'એ ઓપનિંગ ડેના કલેક્શનથી જ પોતાનું 90 ટકા મેકિંગ બજેટ કવર કરી લીધું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. પુષ્પા 2 એ પહેલા દિવસથી જ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 294 કરોડ રુપિચાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ 'પુષ્પા 2' એ પહેલા દિવસથી ભારતમાં હિન્દી બેલ્ટમાં આશરે 72 કરોડ રુપિયાનો કારોબાર કર્યો હતો. ફિલ્મે બીજા દિવસે કેટલું કલેક્શન કર્યું અને કુલ કલેક્શન શું હતું આવો જાણીએ.
પુષ્પાએ ભારતમાં 250 કરોડ રુપિયાથી વધારે કમાણી કરી
તમને જણાવી જઇએ કે, પુષ્પા 2 ભારતની બધી જ ભાષામાં 174.9 કરોડ રુપિયાથી ખાતું ખોલ્યું છે. બીજા દિવસે ભારતમાં પુષ્પાએ 90.10 કરોડ રુપિયાનું નેટ કલેક્શન કર્યું હતું, સૈકનિલ્ક અનુસાર. ત્યારે ભારતમાં પુષ્પાનું નેટ કલેક્શન 2 દિવસમાં 250 કરોડ રુપિયાને પાર કરી જશે. પુષ્પા 2 નું સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ નેટ કલેક્શન 265 કરોડ થઇ ગયું છે. ત્યારે પુષ્પા 2 એ વર્લ્ડ વાઇડ 2 દિવસમાં જ 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તમને જણાવી દઇએ કે, બીજા દિવસની કમાણીથી પુષ્પા 2 એ શાહરુખ ખાનની ફિલ્મ જવાન સહિત બધી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. જવાને બીજા દિવસે ભારતમાં 70 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી હતી.