હૈદરાબાદ:બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. સાંપના ઝેર મામલે નોઈડા પોલીસે એક્શન લેતા તેની ધરપકડ કરી લીધી. ત્યારબાદ નોઈડા કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. યુટ્યુબર પર પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો મોટો આરોપ લાગ્યો છે.
શું છે સમગ્ર મામલો?: 8 નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગ મામલે FIR નોંધી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. પોલીસને રાહુલ પાસેથી 20ml ઝેર મળી આવ્યું હતું.
FSL રિપોર્ટનો અભ્યાસ કરીને પોલીસ આ નિષ્કર્ષ પર પહોંચીઃ નોઈડા પોલીસની એક ટીમે દેશમાં વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસોનો અભ્યાસ કર્યો છે. એફએસએલ રિપોર્ટ અને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટનો અભ્યાસ કર્યા બાદ આવા અનેક તથ્યો સામે આવ્યા છે, જે આગામી દિવસોમાં એલ્વિશની મુશ્કેલીઓમાં વધારો કરશે. જણાવી દઈએ કે કેસ નોંધાયા બાદ નોઈડા પોલીસ એલ્વિશની પૂછપરછ કરી ચૂકી છે.
એલ્વિશ વિરુદ્ધ કેસ દાખલ કર્યો:તમને જણાવી દઈએ કે, એલ્વિશ યાદવ કેસની અગાઉ સેક્ટર 49 પોલીસ સ્ટેશનની પોલીસ તપાસ કરી રહી હતી. હાલ તેની તપાસ સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે. પીપલ્સ ફોર એનિમલ્સ સંસ્થાના સભ્યએ ગયા વર્ષે નવેમ્બરમાં સેક્ટર-49 પોલીસ સ્ટેશનમાં એલ્વિશ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કેસ નોંધ્યાના લગભગ ચાર મહિના પછી પણ નોઈડા પોલીસ તેની ધરપકડ કરી શકી નથી. આ કેસમાં ધરપકડ કરાયેલા સપેરોને જામીન મળી ગયા છે.
- Charan Kaur Balkaur Singh baby boy: 'આવી ગયો છોટા સિદ્ધુ મૂસેવાલા', પંજાબી સિંગરના માતા-પિતાએ આપ્યો છોકરાને જન્મ