લોસ એન્જલસઃ 96મો ઓસ્કાર એવોર્ડ 2024 આજે 11 માર્ચે સમાપ્ત થયો છે. લોસ એન્જલસ (અમેરિકા)ના ડોલ્બી થિયેટરમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં 23 કેટેગરીમાં એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, 13 કેટેગરીમાં પસંદ કરાયેલી ફિલ્મ ઓપેનહાઇમરે સૌથી વધુ ઓસ્કર જીત્યા છે.
ઓપનહાઈમરને 7 ઓસ્કાર એવોર્ડ:કિલિયન મર્ફી સ્ટારર મેગા હિટ ફિલ્મ 'ઓપનહેઇમર'ની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી. આ ફિલ્મ 'ધ ડાર્ક નાઈટ', 'ઈન્ટરસ્ટેલર', 'ઈન્સેપ્શન' અને 'ડંકર્ક' જેવી સુપરહિટ ફિલ્મોના નિર્દેશક ક્રિસ્ટોફર નોલને બનાવી છે. ઓસ્કારમાં 'ઓપનહેઇમર'ને 13 કેટેગરીમાં સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. તેમાં શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શકની શ્રેણીઓ પણ સામેલ છે. આ ફિલ્મમાં આર્યન મેન ફેમ અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર પણ છે અને અભિનેત્રી એમિલી બ્લન્ટે મુખ્ય ભૂમિકા ભજવી છે.