નવી દિલ્હીઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ તેમની ફિલ્મોમાં તેમની શાનદાર શૈલી માટે જાણીતા છે. તેમના અભિનયમાં શાલીનતા અને વિનમ્રતા જોવા મળે છે. પરંતુ આ શું ? વાસ્તવિક જીવનમાં અભિનેતા તેના પાત્રની વિરુદ્ધ જોવા મળ્યા. વાસ્તવમાં, અભિનેતા નવી દિલ્હી એરપોર્ટ પર એક ચાહક સામે બૂમો પાડતો જોવા મળ્યો હતો. આ અભિનેતાના ચાહકો સાથેના વર્તનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક્ટર પ્લેઈડ શર્ટ અને જીન્સ પહેરીને એરપોર્ટથી પોતાની કાર તરફ આગળ વધી રહ્યો છે. અભિનેતાએ માસ્ક પણ પહેર્યું છે અને તેના ખભા પર કાર્ડિગન છે. ફેન્સે અભિનેતાને જોયા કે તરત જ તેઓ તેની સાથે ફોટો પડાવવા માટે ઉત્સાહિત થઈ ગયા. આવી સ્થિતિમાં અભિનેતાએ પોતાનો પિત્તો ગુમાવી દીધો અને કહ્યું કે તમે લોકોએ મને ખૂબ પરેશાન કર્યો છે, શું તમે નથી સમજતા. ત્યારબાદ અભિનેતાના ગયા બાદ વીડિયોમાં લોકો હસતા અને તાળીઓ પાડતા જોવા મળે છે.