મુંબઈ:રવિવારે બિગ બોસ સીઝન 17ના વિજેતાની આખરે જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુનવ્વર ફારુકીએ બિગ બોસ સીઝન 17નો વિજેતા જાહેર કરવામાં આવ્યો. મુનવ્વર ફારૂકીને 50 લાખ રૂપિયાની ઈનામી રકમ સાથે એક લક્ઝરી કાર સહિત બિગ બોસની શાનદાર ટ્રોફી પણ મળી છે. બિગ બોસ 17ના વિજેતા બન્યા બાદ મુન્નાવર ફારૂકીએ કહ્યું, "હું ખૂબ જ ખુશ છું, હું બહાર આવ્યો છું અને મને જે પ્રેમ મળી રહ્યો છે, તેનો મને અહેસાસ થયો છે. આવા ચાહકો માત્ર નસીબદારને જ મળે છે અને મુન્નવર નસીબદાર છે. ... "
બિગ બોસ 17ની ફિનાલે રવિવારે યોજાઈ હતી. બિગ બોસની આ સિઝન 17માં મુન્નવર ફારૂકીએ મેદાન માર્યુ છે, બિગબોસના હોસ્ટ સલમાન કાને તેનો હાથ પકડીને ઉઠાવતા તેના નામની વિનર તરેકી જાહેરાત કરી. ટોપ 2માં તેની સાથે અભિષેક કુમાર હતાં.
બિગ બોસ સીઝન 17નો વિજેતા: બિગ બોસ સીઝન 17 મુનવ્વર ફારૂકીનું નામે નોંધાઈ ગયું છે. તમામને પાછળ છોડીને મુનવ્વરે આ સીઝનનો વિજેતા બનવાનું સપનુ પુર્ણ કર્યુ છે. સલમાન ખાને વિનરના નામની જાહેરાત કરી. મહત્વપૂર્ણ છે કે, મુનવ્વર ફારૂકી સાથે ટોપ 2માં અભિષેક કુમાર હતા. ફિનાલેમાં આ બંને ઉપરાંત અંકિત લોખંડે અને મન્નારા ચોપડા તેમજ અરૂણ માશેટ્ટી પહોંચ્યા હતાં. શો પહેલાં જ ઘણા પોલથી હિન્ટ મળી રહી હતી કે શોનો મુનવ્વર જ હશે. સોશિયલ મીડિયા પર તેની તગડી ફેન ફૉલોઈંગ છે અને પહેલા સપ્તાહમાં જ તે પોપ્યુલેરિટીની યાદીમાં સૌથી આગળ રહ્યો હતો.
બિગ બોસમાં મુનવ્વરની સફર: મુનવ્વરને ટ્રોફી ઉપરાંત 50 લાખ રૂપિયા અને એક હુન્ડાઈ ક્રેટા કાર ઈનામમાં મળી છે. શરૂઆતમાં મુનવ્વરની ગેમ જબરદસ્ત રહી. તે પોતાની શાયરી અને વન લાઈનરથી પુરી સીઝનમાં છવાયેલો રહ્યો. વચ્ચે ગેમમાં તે થોડો નબળો પડી જરૂર પડ્યો પરંતુ સલમાન ખાને જ્યારે તેની તરફ ઈશારો કર્યો તો તેને પોતાની ગેમ સુધારી લીધી. ત્યાર બાદ આયશા ખાનની એન્ટ્રીએ તો જાણે મુનવ્વરની જિંદગીમાં ભુકંપ લાવી દીધો. તેણે પોતાની લવ લાઈફને લઈને અનેક ખુલાસા કર્યા, જે જાણીને સૌ કોઈ હેરાના થઈ ગયાં.
કોણ છે મુનવ્વર ફારૂકી: મુનવ્વરનો જન્મ ગુજરાતના જુનાગઢમાં થયો હતો. બાદમાં તેનો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો. વ્યવસાયે મુનવ્વર એક સ્ટેન્ડ અપ કોમેડિયન છે. જ્યારે તે 14 વર્ષનો હતો ત્યારે જ તેની માતાનું નિધન થઈ ગયું હતું. શરૂઆતમાં પરિવારની નબળી આર્થિક સ્થિતિને જોતા તેને ઘણા નાના-મોટા કામ કર્યા, મુનવ્વર એક વાસણની દુકાનમાં પણ કામ કરતો હતો. વર્ષ 2020માં તેમના પિતાનું પણ અવસાન થઈ ગયું. મુનવ્વરે 2017માં લગ્ન કર્યા અને થોડા સમય બાદ બંને અલગ થઈ ગયા મુનવ્વરનો એક દિકરો પણ છે.
'લોકઅપ'નો વિજેતા:બિગ બોસ પહેલાં મુનવ્વરે એકતા કપૂરના રિયલિટી શો લોકઅપમાં ભાગ લીધો હતો. આ શોને કંગના રાનૌતે હોસ્ટ કર્યો હતો. આ શોમાં પણ મુનવ્વર વિજેતા બન્યો હતો. આ ઉપરાંત મુનવ્વર એક સારો રેપર પણ છે તે ગીતો લખે છે. તેના ઘણા મ્યૂઝિક વીડિયો પણ આવી ચુક્યાં છે.
- 25th Bharat Rang Mahotsav: ભારત રંગ મહોત્સવ: જાણો દુનિયાના સૌથી મોટા નાટ્ય મહોત્સવનું આ વર્ષનું આયોજન
- Sunny Deol's niece's wedding : રોયલ વેડિંગનું હોટસ્પોટ ઉદયપુર, દેઓલ પરિવારના ઘરે હરખના તેડા