મુંબઈ :કંગના રનૌતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઈમરજન્સી 17મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, પરંતુ તેના વિવાદો હજી અટકી રહ્યા નથી. બાંગ્લાદેશમાં ફિલ્મ ઈમરજન્સી પર પ્રતિબંધ છે, ત્યારે ભારતમાં પણ તેનો વિરોધ કરનારા ઓછા નથી. પંજાબમાં લોકોના જોરદાર વિરોધ બાદ હવે રાજ્યમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પંજાબમાં 'ઈમરજન્સી' પર પ્રતિબંધની માંગ :પંજાબમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' રિલીઝ કરવા પર પ્રતિબંધની માંગ કરી હતી. SGPC દ્વારા ફિલ્મ પર શીખોની છબી ખરાબ કરવા અને ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે. SGPC ના એડવોકેટે મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખીને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.
ફિલ્મ પર પ્રતિબંધની માંગ કેમ ઉઠી ?તેમણે પત્રમાં લખ્યું છે કે, 'ફિલ્મ ઈમરજન્સીને પંજાબમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં, કારણ કે તેને રાજકીય રીતે શીખોને બદનામ કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. આ પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી છે કે રાજ્ય સરકારે પંજાબમાં ફિલ્મને રિલીઝ થતી અટકાવવી જોઈએ. પરંતુ એ ખેદજનક છે કે AAP આગેવાની હેઠળની પંજાબ સરકારે આજે કોઈ પગલા લીધા નથી.
કંગના રનૌતની પ્રતિક્રિયા :પંજાબના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાના ટ્વીટને રીટ્વીટ કરતા કંગનાએ લખ્યું, 'આ કલા અને કલાકારોનું સંપૂર્ણ ઉત્પીડન છે. પંજાબના ઘણા શહેરમાંથી અહેવાલો આવી રહ્યા છે કે આ લોકો ઈમરજન્સીની સ્ક્રિનિંગને મંજૂરી નથી આપી રહ્યા. હું બધા ધર્મોનો ખૂબ જ આદર કરું છું. ચંદીગઢમાં ભણ્યા અને મોટા થયા પછી, મેં શીખ ધર્મને ખૂબ નજીકથી નિહાળ્યો છે અને તેનું પાલન કર્યું છે. આ સંપૂર્ણ જુઠ્ઠાણું છે અને મારી ઇમેજને ખરાબ કરવાનો અને મારી ફિલ્મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઈમરજન્સીને લઈને વિવાદ શા માટે ?ઈમરજન્સીને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પહેલા આ ફિલ્મ 14 જૂનના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે તારીખ પોસ્ટપોન કરવામાં આવી હતી. જે બાદ 6 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી, પરંતુ કેટલાક વિવાદોને કારણે સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ ન આપ્યું અને કેટલાક સીન હટાવવાની સૂચના આપી હતી. આ ફેરફાર પછી જ સેંસર બોર્ડે ફિલ્મને લીલી ઝંડી આપી અને પછી કંગનાએ તેની રિલીઝ ડેટ 17 જાન્યુઆરી જાહેર કરી.
- રિલીઝ થઈ 'ઇમરજન્સી', સિનેમા લવર્સ ડે પર 'ક્વીન'એ દર્શકોને આપી મોટી ઓફર
- બોમ્બે હાઈકોર્ટનો આદેશ, સેન્સર બોર્ડે 'ઇમરજન્સી'ને સર્ટિફિકેટ ન આપવું જોઈએ