ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

એકબીજાના થયા મલ્હાર ઠાકર અને પૂજા જોશી, #majaniwedding ના વીડિયો આવ્યા સામે - MAJANIWEDDING

મલ્હાર ઠાકરના ફેન ક્લબ દ્વારા લગ્નના ફોટો અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે.

મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગ્નની તસવીર
મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગ્નની તસવીર (malhar_thakar_fc/Instagram)

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2024, 4:26 PM IST

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લવ બર્ડ્સ મલ્હાર ઠાકર અને પૂજા જોષી આજે લગ્નના બંધનમાં બંધાયા. મલ્હાર ઠાકરના ફેન ક્લબ દ્વારા લગ્નના ફોટો અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં બંને લગ્નની વિધિ દરમિયાન ફેરા ફરતા જોવા મળે છે. તેમના આ લગ્નમાં પરિવારના સભ્યોની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પણ અનેક કલાકારોએ હાજરી આપી હતી.

મલ્હાર ઠાકરના ફેન ક્લબ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પૂજાએ લાલ રંગનું પાનેતર પહેર્યું છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે મલ્હાર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. લગ્નની વિધિ દરમિયાન જ બંનેના ચહેરા પરની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે.

આ પહેલા મલ્હાર અને પૂજાના હલ્દી સેરેમની યોજાઈ હતી. જેમાં ઢોલિવૂડના અનેક કલાકારોએ હાજરી આપી હતી. બંનેની હલ્દી સેરેમનીના પણ વીડિયો સામે આવ્યા હતા.

ખાસ છે કે, થોડા સમય પહેલા જ ચર્ચાઓ ઉઠી હતી કે મલ્હાર ઠાકર અને પૂજા જોશી રિલેશનમાં છે અને લગ્ન કરવા જઈ રહ્યા છે. જે બાદ બંનેએ સોશિયલ મીડિયા પર જ તેમના લગ્નની તારીખ જાહેર કરતી એક પોસ્ટ કરી હતી.

કેવી છે બંનેની લવસ્ટોરી?

પૂજા જોશી મુંબઈથી છે, પરંતુ તે ગુજરાતી ફિલ્મમાં કામો કરવા માટે ગુજરાત આવતી જતી હોય છે. આ મલ્હાર અને પૂજાએ અગાઉ ફિલ્મોમાં સાથે કામ કર્યું, ત્યારબાદ બંનેના સંબંધો વિશે ઘણી અટકળો થઈ રહી હતી. બંનેએ કોરોનાના સમયગાળામાં 'વાત વાત'માં નામની વેબ સીરિઝ કરી હતી. જે દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે વીર ઈશાનું શ્રીમંત, લગ્ન સ્પેશિયલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ તમામ કામ દરમિયાન તેઓ એકબીજાને ક્યારે ગમવા લાગ્યા તે તેમને પણ ખબર ન પડી. અને અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:

  1. જાણો કોને અને કેવી રીતે મળે છે નમો લક્ષ્મી યોજનાનો લાભ, 10 લાખ વિદ્યાર્થિનીઓને 138 કરોડથી વધુની સહાય
  2. દૂધ ઉત્પાદન ક્ષેત્રે સૌરાષ્ટ્રની મહિલાઓનો અતૂલ્ય ફાળો, ડૉ. કુરિયરના સ્વપ્નને કર્યું સાર્થક

ABOUT THE AUTHOR

...view details