ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સેરોગસી પર આધારિત ફિલ્મ 'દુકાન'ની ટીમ બની અમદાવાદની મહેમાન, જાણો કયારે રિલીઝ થશે આ ફિલ્મ - DUKAAN - DUKAAN

સેરોગસી પર આધારિત ફિલ્મ 'દુકાન' ગોલિયોં કી રાસલીલા રામ-લીલાના લેખક સિદ્ધાર્થ અને ગરિમાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ 5મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

Etv BharatDukaan
Etv BharatDukaan

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 7:32 PM IST

Updated : Apr 3, 2024, 10:54 AM IST

સેરોગસી પર આધારિત ફિલ્મ 'દુકાન'

અમદાવાદ:સેરોગસી પર આધારિત ફિલ્મ 'દુકાન' 5મી એપ્રિલ, 2024ના રોજ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મને સિદ્ધાર્થ અને ગરિમાએ સંયુક્ત રીતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ દ્વારા બંને ડાયરેક્શનની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. આ ફિલ્મ સિદ્ધાર્થ અને ગરિમા ઉપરાંત અમર ઝુનઝુનવાલા અને શિખા આહલુવાલિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. રામલીલા, કબીર સિંહ અને અનિમલ જેવી સુપરહિટ ફિલ્મોના લેખક સિદ્ધાર્થ આ ફિલ્મના લેખક છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. વિવિધ સત્ય ઘટનાઓ પર આધારિત અને અલગ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ લોકોને જરૂર પસંદ પડશે.

આ ફિલ્મ 5મી એપ્રિલે રિલીઝ થશે

સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની:આ ફિલ્મમાં મોનિકા પંવાર, સિકંદર ખેર, સોહમ મજુમદાર અને મોનાલી ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મના અભિનેતા સોહમ મજુમદાર, રાઇટર- ડિરેક્ટર સિદ્ધાર્થ સિંહ, અન્ય ડિરેક્ટર ગરિમા વહાલ તથા પ્રોડ્યુસર્સ અમર અને શીખા સહીત ગાયક ઓસમાણ મીર તથા ગુજરાતના પ્રખ્યાત ગાયનોકોલોજીસ્ટ ડૉ. નયના પટેલ અમદાવાદના મહેમાન બન્યા હતા.

કેવી છે ફિલ્મની કહાની: ફિલ્મમાં ગુજરાતી બેકગ્રાઉન્ડ બતાવવામાં આવ્યું છે. તેનું શૂટિંગ ગુજરાતના આણંદના વસુ ગામમાં થયું છે. 'દુકાન' જાસ્મિન (મોનિકા પંવાર દ્વારા ભજવાયેલ)ની કરુણ વાર્તા રજૂ કરે છે, જે એક સરોગેટ માતા તરીકે હિંમતવાન પ્રવાસ શરૂ કરતી એક યુવતી છે. જાસ્મિનના જીવનના વર્ણન દ્વારા, આ ફિલ્મ ગૌરવ, પસંદગીની સ્વતંત્રતા અને વ્યવસાયિક સરોગસીમાં રોકાયેલી મહિલાઓની સ્વાયત્તતાના નિર્ણાયક વિષયોનું વર્ણન કરે છે.

ઓસમાણ મીરે હાજરી આપી

અજય દેવગનના જન્મદિવસે રિલીઝ થયું 'મેદાન'નું ફાઈનલ ટ્રેલર, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ - MAIDAAN TRAILER

Last Updated : Apr 3, 2024, 10:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details