નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ ઓનલાઈન છેતરપિંડી કરનારા ઠગબાજો માટે પસંદગીનું માધ્યમ બની ગયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, વોટ્સએપ પછી, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઓનલાઈન ઠગબાજો માટે પસંદગીના માધ્યમમાંથી બની ગયા છે.
રિપોર્ટ અનુસાર, 2024ના પ્રથમ ત્રણ મહિનામાં વોટ્સએપ દ્વારા સાયબર છેતરપિંડીની કુલ 43,797 ફરિયાદો મળી હતી, ત્યારબાદ ટેલિગ્રામ સામે 22,680 અને ઈન્સ્ટાગ્રામ સામે 19,800 ફરિયાદો મળી હતી.
ગૃહ મંત્રાલયનો વાર્ષિક રિપોર્ટ 2023-24 જણાવે છે કે, સાયબર ગુનેગારો ગુના કરવા માટે ગૂગલ સર્વિસ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. ગુગલ એડ પ્લેટફોર્મ સીમા પાર ટાર્ગેટ જાહેરાતો માટે સાનુકૂળ સુવિધા પ્રદાન કરે છે.
ક્યાં લોકોને બનાવવામાં આવી રહ્યા છે શિકાર?
મંત્રાલયના અહેવાલમાં જણાવ્યું છે કે, આ સ્કેમ, જેને પિગ બૂચરિંગ સ્કેમ કે ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક વૈશ્વિક ઘટના છે અને તેમા મોટા ભાગે મની લૉન્ડ્રિંગ અને એટલે સુધી કે, સાયબર સ્લેવરી પણ સામેલ છે. જેમાં બેરોજગાર યુવાનો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોને શિકાર બનાવાઈ છે."
I4C એ ડિજિટલ લેન્ડિંગ એપ્લિકેશનો અને તેના સંકેતોને ઓળખવા અને સાયબર છેતરપિંડી કરનારાઓ દ્વારા Googleના ફાયરબેઝ ડોમેન્સ (ફ્રી હોસ્ટિંગ) નો દુરુપયોગ કર્યો છે.
ગેરકાયદે ધિરાણ એપ્લિકેશન લોન્ચનો ઉપયોગ
સ્પોન્સર ફેસબુક વિજ્ઞાપનોનો ઉપયોગ સંગઠીત સાયબર અપરાધીઓ દ્વારા ભારતમાં ગેરકાયદે લેન્ડિંગ એપ લોન્ચ કરવા માટે મોટા પ્રમાણ પર કરવામાં આવે છે. આ પ્રકારના લિન્કને એક્ટિવ રીતે ઓળખવામાં આવે છે અને જરૂરી કાર્યવાહી માટે ફેસબુક પેજો સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે શેર કરવામાં આવે છે.
- આધાર વગર નહીં થાય આ બે મોટા કામ, અત્યારે જ જાણી લો, નહીં તો થશે મુશ્કેલી
- 3 લાખની લોન, સાધનો માટે 15 હજાર રૂપિયા, શું છે PM વિશ્વકર્મા યોજના અને કોને મળે છે લાભ ? જાણો