મુંબઈ :આજે 24 ડિસેમ્બર, મંગળવારના રોજ ભારતીય શેરબજારની સપાટ શરૂઆત થઈ છે. હાલ બજારના તમામ સૂચકાંક ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE Sensex 167 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty પણ હળવા વધારા સાથે 23,767 પોઈન્ટ પર ખુલ્યો છે.
ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં નરમ વલણ નોંધાયું છે. આજે 24 ડિસેમ્બર, મંગળવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty સપાટ ખુલ્યા છે. BSE Sensex ગત 78,540 બંધ સામે 167 પોઇન્ટ વધીને 78,707 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 23,753 બંધ સામે 16 પોઇન્ટ વધીને 23,769 ના મથાળે ખુલ્યો હતો.
ક્રિસમસ પહેલા સુસ્ત કારોબાર :વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આજે પણ બજારમાં તેજી જોવા મળે છે કે કેમ તે જોવાનું રહેશે. GIFT નિફ્ટી 23775 ની નજીક ફ્લેટ દેખાયો, જ્યારે ડાઉ ફ્યુચર્સ અને નિક્કી પણ ક્રિસમસ પહેલા સુસ્ત દેખાયા હતા.
સ્ટોકની સ્થિતિ :આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં ટાટા મોટર્સ, ભારતી એરટેલ, TCS, રિલાયન્સ અને લાર્સનના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ Zomato, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા, NTPC અને પાવર ગ્રીડ કોર્પોના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.
- ક્રિપ્ટોમાં રોકાણ મામલે ગુજરાતનું નાનકડું શહેર દેશના ટોપ-10માં શામેલ
- છેતરપિંડી! Bharat Global શેરની ટ્રેડિંગ બંધ, ચોંકાવનારો કિસ્સો બન્યો