ગુજરાત

gujarat

ETV Bharat / business

નજીવા ઘટાડા સાથે ખુલ્યુ શેર બજાર, સેન્સેક્સ 65 પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી 23,246 પર - Stock Market update - STOCK MARKET UPDATE

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 65 પોઈન્ટના ઘટાડા સાથે 76,425.05ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.05 ટકાના ઘટાડા સાથે 23,246.90ની સપાટી પર ખુલ્યો. Stock Market update

શેર બજાર (પ્રતિકાત્મક ફોટો)
શેર બજાર (પ્રતિકાત્મક ફોટો) (Getty Image))

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 9:58 AM IST

મુંબઈઃકારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 65 પોઈન્ટના ઘટાડા સાથે 76,425.05ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.05 ટકાના ઘટાડા સાથે 23,246.90ની સપાટી પર ખુલ્યો.

બજાર ખુલતાની સાથે જ ONGC, NTPC, અપોલો હોસ્પિટલ્સ, નેસ્લે અને કોલ ઈન્ડિયા નિફ્ટીમાં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, BPCL, ICICI બેન્ક અને ટાટા મોટર્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

સોમવારનું બજાર

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઉતાર-ચઢાવ સાથે સપાટ બંધ રહ્યો હતો. BSE પર સેન્સેક્સ 203 પોઈન્ટના ઘટાડા સાથે 76,490.08ની સપાટી પર બંધ રહ્યો હતો. બીજી તરફ, NSE પર નિફ્ટી 0.13 ટકાના ઘટાડા સાથે 23,259.20ની સપાટી પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, હીરો મોટોકોર્પ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. તે જ સમયે, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, વિપ્રો, એમએન્ડએમ ઘટાડા સાથે ટોપ લૂઝર્સની યાદીમાં રહ્યા હતા. ઓટો, આઈટી, મેટલમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે વીજળી, રિયલ્ટી અને હેલ્થકેરમાં ખરીદી જોવા મળી હતી.

BSE મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા વધ્યો હતો. આઇટી શેરો અને પ્રભાવશાળી HDFC બેન્કમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેના કારણે બજાર સતત ત્રણ દિવસના ઉછાળા પછી નુકસાન સાથે બંધ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details