મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 666 પોઈન્ટના ઘટાડા સાથે 81,201.01ની સપાટી પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 0.89 ટકાના ઘટાડા સાથે 24,789.00ની સપાટી પર ખુલ્યો છે.
ગુરૂવારનું બજાર:
Published : Aug 2, 2024, 9:26 AM IST
મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 666 પોઈન્ટના ઘટાડા સાથે 81,201.01ની સપાટી પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 0.89 ટકાના ઘટાડા સાથે 24,789.00ની સપાટી પર ખુલ્યો છે.
ગુરૂવારનું બજાર:
કારોબારી સપ્તાહના ચોથા દિવસે એટલે 1 ઓગસ્ટ ગુરૂવારના રોજ શેરબજાર નવી રેકોર્ડ સપાટીએ બંધ થયું હતું . BSE પર સેન્સેક્સ 126 પોઈન્ટના ઉછાળા સાથે 81,867.73ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.27 ટકાના વધારા સાથે 25,017.50ની સપાટી પર બંધ થયો હતો. શેર બજારના ચોથા દિવસે ટ્રેડિંગ સેશન દરમિયાન, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પ, મારુતિ સુઝુકી, ડૉ. રેડ્ડીઝ લેબ્સ અને ઓએનજીસી નિફ્ટીમાં ટોચના લાભાર્થીઓમાં હતા, જ્યારે એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને એસબીઆઈ ટોપ લુઝર્સમાં હતા.
ઓટો, કેપિટલ ગુડ્સ, આઈટી, મીડિયા, પીએસયુ બેંક અને રિયલ્ટી સેક્ટરમાં 0.5-2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને એનર્જીમાં ખરીદારી જોવા મળી હતી. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં લગભગ 1 ટકાનો ઘટાડો થયો છે.