મુંબઈઃશેરબજાર આજે રિકવરી મોડમાં જોવા મળ્યું હતુ અથવા આપણે કહી શકીએ કે માર્કેટમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકી ગયો છે. કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં જોરદાર કારોબાર થયો હતો. BSE પર સેન્સેક્સ 679 પોઈન્ટના ઉછાળા સાથે 80,081.30 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.69 ટકાના વધારા સાથે 24,348.75 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન NSE પર શ્રીરામ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબ્લ્યુ સ્ટિલ અને વિપ્રો ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા. જ્યારે કોલ ઈન્ડિયા, બજાજ-ઓટો, એક્સિસબેંક, હિરોમોટોક્રોપ્સ અને BEL રેડ ઝોનમાં ટ્રેડ થયા હતા.
શેરબજારમાં ઉછાળાનું કારણ:સતત પાંચ દિવસના ઘટાડા બાદ સોમવારે ભારતીય ઈક્વિટી ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. આમ છતાં વિદેશી બજારોમાં વેચવાલી ચાલુ છે અને કંપનીઓની ત્રિમાસિક આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વધારો ICICI બેન્કને કારણે થયો હતો, જેણે મજબૂત લોનની માંગને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારો નફો કર્યો હતો.
ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ઉછાળા સાથે ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 280 પોઈન્ટના ઉછાળા સાથે 79,683.13 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.41 ટકાના વધારા સાથે 24,280.15 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો:
- કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો, સેન્સેક્સ 280 અંક ઉછળ્યો, નિફ્ટી 24,280 પર ખુલ્યો