મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર નવા રેકોર્ડ સ્તરે બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 1359 પોઈન્ટના ઉછાળા સાથે 84,544.31 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 1.59 ટકાના વધારા સાથે 25,818.70 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન, પ્રિઝમ જોન્સન, કોનકોર્ડ બાયોટેક લિમિટેડ, કોચીન શિપયાર્ડ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે Eris Lifesciences, સુમીટોમો કેમિકલ, પોલી મેડિક્યોર અને KEC એન્ટરપ્રાઈઝીસના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
- BSE મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યા છે.
- એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ઓટો, મેટલ અને રિયલ્ટીમાં 1 ટકાનો ઉછાળો સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા.
- એચડીએફસી બેંક, બીએસઈ, આઈઆઈએફએલ ફાઈનાન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મઝાગોન ડોક એનએસઈ પર સૌથી વધુ નફાકારક શેરોમાં હતા.