ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતીય શેરબજારમાં જોરદાર એક્શન : Sensex 681 પોઇન્ટ અને Nifty 232 પોઇન્ટ તૂટ્યો - STOCK MARKET UPDATE

આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું, જોકે શરુઆતી કારોબારમાં જ નબળા વલણ સાથે બજારમાં કડાકો નોંધાયો હતો.

ભારતીય શેરબજારમાં જોરદાર એક્શન
ભારતીય શેરબજારમાં જોરદાર એક્શન (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2024, 10:29 AM IST

મુંબઈ :કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે. BSE Sensex 128 પોઈન્ટના ઉછાળા સાથે 81,630 પર ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty 0.02 ટકાના ઘટાડા સાથે 24,966 પર ખુલ્યો હતો.

ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના ચોથો દિવસ 17 ઓક્ટોબર, ગુરુવારના રોજ ભારતીય શેરબજારમાં ભારે એક્શન નોંધાયું છે. આજે બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત ખુલ્યા છે. BSE Sensex ગત 81,501 બંધ સામે 257 પોઇન્ટ વધીને 81,758 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 24,971 બંધ સામે 56 પોઇન્ટ વધીને 25,027 પર ખુલ્યો હતો.

સ્ટોકની સ્થિતિ :આજના ટ્રેડિંગ દરમિયાન NSE Nifty માં લિસ્ટેડ કંપનીઓમાં હિન્દાલ્કો, ઇન્ફોસિસ, L&T, સન ફાર્મા અને વિપ્રોના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, M&M, આઈશર મોટર્સ અને મારુતિ સુઝુકીના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.

બુધવારનું બજાર :સપ્તાહના ત્રીજા દિવસે રેડ ઝોનમાં ટ્રેડિંગ બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 330 પોઈન્ટના ઘટાડા સાથે 81,489.33 પર બંધ રહ્યો હતો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.39 ટકાના ઘટાડા સાથે 24,958.75 પર બંધ થયો.

  1. શેરબજાર ઘટાડા : Sensex 318 ઘટ્યો, Nifty 24960 પર બંધ
  2. SBIએ લોનના વ્યાજ દરમાં ઘટાડો, જાણો કેટલી ઓછી થશે EMI?

ABOUT THE AUTHOR

...view details