નવી દિલ્હી: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 318.76 પોઈન્ટના ઘટાડા સાથે 81,501.36 બંધ થયો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.39 ટકાના ઘટાડા સાથે 24,959.90પર બંધ રહ્યો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન એચડીએફસી લાઈફ, ડીઆરરેડ્ડી, ગ્રાસીમ, એચડીએફસી બેંક અને બજાજ ઓટો નિફ્ટીમાં ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા અને ટ્રેન્ટ, એમએન્ડએમ, હિરો મોટર્સ, ઇન્ફી અને જેએસડબ્લ્યુ સ્ટીલ ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે બીએસઈના કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, કોચીન શિપયાર્ડ, ઓઈલ ઈન્ડિયા લિમિટેડના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
- સેક્ટરમાં તેલ અને ગેસ, રિયલ્ટી, ટેલિકોમ સૂચકાંકો ગ્રીનમાં ટ્રેડ થયા હતા, જ્યારે ઓટો, આઈટી, ફાર્મા અને મીડિયામાં 0.5 થી 1 ટકાનો ઘટાડો થયો હતો.
- BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં નજીવો ઘટાડો થયો હતા.