મુંબઈ:સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે સતત સાતમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 32.11 પોઈન્ટ અથવા 0.04 ટકા ઘટીને 76,138.97 ના સ્તર પર બંધ થયા છે. મોટા ભાગના સત્રમાં ઇન્ડેક્સ સકારાત્મક ક્ષેત્રમાં રહ્યો હતો. બેન્ચમાર્ક દિવસના ઉચ્ચ 76,764.53 અને નીચા 76,013.43 વચ્ચે 751.1 પોઈન્ટની વધઘટ થયો હતો.
NSE નિફ્ટી 13.85 પોઈન્ટ્સ અથવા 0.06 ટકા ઘટીને 23,031.40 પર છે. અદાણી પોર્ટ્સ, ઈન્ફોસીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, નેસ્લે અને ટાઈટન 30 શેરના બ્લુ ચિપ પેકમાં પાછળ હતા. સન ફાર્મા, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક અને ઝોમેટો સૌથી વધુ ઉછાળામાં હતા.