મુંબઈ :12 ઓગસ્ટ, સોમવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક BSE Sensex 420 પોઈન્ટ ઘટીને 79,330 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 47 પોઈન્ટના ઘટાડા સાથે 24,320 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ ગગડતા રહીને હાલ નીચા મથાળે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય શેરબજાર :12 ઓગસ્ટ, સોમવારના રોજ BSE Sensex ગત 79,750 ના બંધ સામે 420 પોઈન્ટના ઘટાડા સાથે 79,330 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 24,367 ના બંધની સામે 47 પોઇન્ટ તૂટીને 24,320 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, નીચા મથાળે બાદ BSE Sensex અને NSE Nifty સતત ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
અદાણી ગ્રુપના શેરમાં કડાકો :હિન્ડેનબર્ગના અહેવાલ બાદ આજે અદાણી ગ્રુપના શેરમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એક US શોર્ટ-સેલરે દાવો કર્યો છે કે, SEBI પ્રમુખ માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ બર્મુડા અને મોરેશિયસ સ્થિત ઓફશોર ફંડ્સમાં હિસ્સો ધરાવે છે. આ ભંડોળનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી દ્વારા અદાણી જૂથમાં નોંધપાત્ર શેરો હસ્તગત કરવા અને વેપાર કરવા માટે કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
શુક્રવારનો કારોબાર :કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 819 પોઈન્ટના ઉછાળા સાથે 79,705.91 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 1.04 ટકાના વધારા સાથે 24,367.50 પર બંધ થયો હતો.
- હિંડનબર્ગના આરોપો પર અદાણી જૂથની પ્રતિક્રિયા, કહ્યું...
- બેંકોએ વધુમાં વધુ થાપણો મેળવવા માટે કંઈક નવું કરવું જોઈએ