મુંબઈ:ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની RBI મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. RBIએ કૃષિ લોન માટે કોલેટરલ લિમિટ 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા પ્રતિ લેનાર કરવાનો નિર્ણય લીધો છે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધુ નાણાકીય સહાય અને સ્થિરતા પ્રદાન કરવાનો છે. ઉપરાંત કૃષિ ક્ષેત્રે વધુ લોનની ઉપલબ્ધતાની સુવિધા પૂરી પાડવાની છે.
શક્તિકાંત દાસે કહ્યું કે, કોલેટરલ ફ્રી એગ્રીકલ્ચર લોનની મર્યાદા છેલ્લે 2019માં સુધારવામાં આવી હતી. કૃષિ ઇનપુટ ખર્ચમાં વધારો અને એકંદર ફુગાવાને ધ્યાનમાં રાખીને, ઉધાર લેનાર દીઠ કોલેટરલ ફ્રી કૃષિ લોનની મર્યાદા રૂ. 1.6 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી નાના અને સીમાંત ખેડૂતો માટે લોનની ઉપલબ્ધતામાં વધુ વધારો થશે.