ગુજરાત

gujarat

ETV Bharat / business

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે ખુશખબર ! હવે માત્ર 2 દિવસમાં બંધ થશે SIP, પેનલ્ટી નહીં લાગે - MUTUAL FUND SIP

હવે મ્યુચ્યુઅલ ફંડમાં SIP બંધ કરવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. SEBI દ્વારા આ અંગે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2024, 7:04 PM IST

મુંબઈ :હવે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં SIP બંધ કરવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. SEBI દ્વારા આ અંગે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ SIP બંધ કરવામાં દસ જેટલા વર્કિગ દિવસો લાગતા હતા. પરંતુ હવે તમારી SIP માત્ર બે દિવસોમાં (T+2) રદ થઈ જશે. SEBI એ આ નવો નિયમ તમામ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ માટે ફરજિયાત બનાવ્યો છે. નવો નિયમ 1 ડિસેમ્બર, 2024 થી લાગુ થઈ ગયો છે.

શું બદલાયું?SIP રદ કરવાની સમય મર્યાદાને બે કાર્યકારી દિવસો (T+2) સુધી ઘટાડી છે. આ નિયમ ઓનલાઈન અને ઓફલાઈન બંને SIP ને લાગુ પડે છે. સામાન્ય રીતે લોકો કોઈ નાણાકીય સમસ્યા અથવા અન્ય કોઈ કારણોસર નિયત તારીખ પહેલા SIP હપ્તા રદ કરે છે. જો SIP શરૂ કરવામાં આવે અને ખાતામાં પૂરતા પૈસા ન હોય તો ગ્રાહકે ECS રિટર્ન અથવા ફરજિયાત રિટર્ન ચાર્જ ચૂકવવો પડતો હતો. હવે આ સમસ્યા લગભગ હલ થઈ ગઈ છે.

સમસ્યા શું હતી?અગાઉ SIP રદ કરવા માટે 10 દિવસ અગાઉ અરજી કરવાનો નિયમ હતો. ઘણા દિવસો પહેલા કોઈના બેંક ખાતાની સ્થિતિનો અંદાજ કાઢવો મુશ્કેલ હતો. આવી સ્થિતિમાં જો હપ્તો બાઉન્સ થાય તો મોટાભાગના લોકોએ પેનલ્ટી ભરવી પડતી હતી.

ફંડ હાઉસે શું કરવું પડશે ?જો SIP પ્રથમ વખત નિષ્ફળ જાય તો તમામ AMC/RTA એ રોકાણકારને સંદેશ મોકલવો પડશે. જેમાં કહેવામાં આવશે કે જો ડેબિટ સતત 3 વખત નિષ્ફળ જશે તો SIP બંધ થઈ જશે. SIP રદ થયા પછી રોકાણકારે બીજો સંદેશ મોકલીને તેના વિશે જાણ કરવી પડશે. આ ઉપરાંત ફંડ હાઉસે એ સુનિશ્ચિત કરવું પડશે કે SIP ની નોંધણી સાથે રોકાણકારોને સક્રિય SIP રદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે.

SIP રદ કરવાના સંભવિત કારણો?તમામ AMC દ્વારા એ પણ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે, SIP રદ કરવાની સુવિધા AMCની વેબસાઇટ અને તેમના સંબંધિત RTAsની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, પછી ભલેને SIP ક્યાં નોંધાયેલ હોય. તમામ AMC એ SIP ના સમય પહેલા રદ કરવા પર ટિપ્પણી કરવાનો વિકલ્પ પ્રદાન કરવાનો રહેશે. SIP રદ કરવાનાકારણોમાં પૈસાની અછત, સ્કીમ સારી રીતે કામ ન કરતી હોય, સેવા સંબંધિત સમસ્યાઓ, લોડમાં ફેરફાર, અન્ય સ્કીમમાં રોકાણ કરવાની ઈચ્છા, ફંડ મેનેજરમાં ફેરફાર, લક્ષ્ય પ્રાપ્તિ અને અન્ય કારણોનો સમાવેશ થાય છે.

  1. માત્ર ₹100થી મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરી હવે તમે પણ કરો અમીરો જેમ રોકાણ
  2. ભારતીય શેરબજારમાં તગડી કમાણી કરવાની તક, આવી રહ્યા છે નવા IPO

ABOUT THE AUTHOR

...view details