મુંબઈ :29 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex ઘટીને 72,220 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty પણ 21,935 ના મથાળે ડાઉન ખુલ્યો હતો. જોકે શરુઆતી કારોબારમાં રિકવરી નોંધાવીને ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે.
ભારતીય શેરબજાર : 29 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ BSE Sensex ગત 72,604 ના બંધ સામે 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 21,951 ના બંધની સામે 16 પોઈન્ટ તૂટીને 21,935 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, નીચા મથાળે ખુલ્યા બાદ BSE Sensex અને NSE Nifty રિકવરી નોંધાવી લીલા રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
ગેઈનર-લુઝર સ્ટોક :બજાર ખુલતાની સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, JSW સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક અને ભારતી એરટેલ નિફ્ટી પર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે બજાજ ઓટો, ટાટા કન્ઝ્યુમર, TCS, ઈન્ફોસિસ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.
વૈશ્વિક બજાર :Dow 25 પોઈન્ટ ઉછળીને દિવસના ઊંચા સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નાસ્ડેક 0.5 ટકા ઘટ્યો છે. પરિણામોના આધારે ઘણા શેરોમાં વધઘટ નોંધાઈ રહી છે. સ્મોલકેપ્સમાં વધુ નબળાઈ છે તથા રસેલ 2000 0.8 ટકા ઘટ્યો છે. આજે જાન્યુઆરીના વ્યક્તિગત વપરાશ ખર્ચના ડેટા પર નજર રહેશે, જેમાં 2.4 ટકા વૃદ્ધિનો અંદાજ છે. નોંધનીય છે કે, ગયા મહિને 2.6% હતો.
- Share Market Updates : ભારતીય શેરબજારમાં કડાકો, BSE Sensex 790 પોઇન્ટ તૂટ્યો
- Stock Market Opening: શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સમાં 28 પોઈન્ટનો ઉછાળા, નિફ્ટી 22,204 પર ખુલ્યો