સાન ફ્રાન્સિસ્કો: ટ્રેક ટ્રાન્સપરન્સી પ્રોજેક્ટ ( TTP )ના રિપોર્ટ અનુસાર એલન મસ્કના X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અમેરિકન સરકારે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી એવા 28 એકાઉન્ટને બ્લૂ ટિકમાર્ક આપ્યું છે. જેમાં પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન મળે છે. આ સબ્સ્ક્રિપ્શન અંતર્ગત વિશેષ સવલતો પણ પૂરી પાડવામાં આવે છે. જેમાં લાંબો ટેક્સ્ટ મેસેજ , વીડિયો તેમજ વધુ વિઝ્યૂઅલને પોસ્ટ કરવાની ક્ષમતા હોય છે.
યુએસ સરકારે જોખમી ગણાવ્યા : TTPના રિપોર્ટ અનુસાર 28 વેરિફાઈડ એકાઉન્ટ એવા વ્યક્તિઓ અને જૂથોના છે જેમને યુએસ સરકારે જોખમી ગણાવ્યા છે. આ જૂથમાં હિઝબુલ્લાહના 2 નેતાઓ, યમનમાં હુથી સંગઠન સાથે સંકળાયેલા એકાઉન્ટ, ઈરાન અને રશિયાના સંચાલિત મીડિયા એકાઉન્ટ્સનો પણ સમાવેશ થાય છે. X પ્લેટફોર્મ દ્વારા ગત વર્ષે એપ્રિલમાં વેરિફિકેશન માટે ચાર્જ વસૂલવાનું શરૂ કર્યા પછી આ એકાઉન્ટ્સમાંથી 18ની ચકાસણી કરવામાં આવી હતી.
પ્રતિબંધોનું કેટલાક અંશે ઉલ્લંઘન : અહેવાલમાં જણાવાયું છે કે, Xની પ્રીમિયમ સર્વિસીઝ માટે યૂઝર્સને માસિક અથવા વાર્ષિક ફી ચૂકવવી પડે છે. આ હકીકત દર્શાવે છે કે X આ એકાઉન્ટ્સ સાથે ફાયનાન્સિયલ ટ્રાન્ઝેકશનમાં સામેલ છે. જે યુએસ દ્વારા લગાડવામાં આવેલા પ્રતિબંધોનું કેટલાક અંશે ઉલ્લંઘન છે. Xની પોતાની પોલિસીઓએ યૂઝર્સને પ્રીમિયમ સર્વિસીઝ માટે નાણાં ચૂકવણી કરવાની મંજૂરી આપી હતી.
આવકમાં ઘટાડો કરી શકે : અમેરિકન સરકાર દ્વારા મંજૂર કરાયેલી એન્ટિટીઓ સાથે સંકળાયેલા કેટલાક ચેકમાર્ક એકાઉન્ટ્સમાં તેમની પોસ્ટના રિપ્લાય્સમાં એડવર્ટાઈઝમેન્ટ્સ ચાલી રહી હતી. જેનાથી તેઓ તે એડવર્ટાઈઝમેન્ટની આવકમાં ઘટાડો કરી શકે તેવી શક્યતા છે. જ્યારે TTP સંશોધકોએ એકાઉન્ટ્સ વિશે સવાલ કર્યા ત્યારે 1 X રીપ્રેઝન્ટેટિવે જણાવ્યું કે, આ મુદ્દે તપાસ કરવામાં આવશે, પરંતુ તેના પર કોઈ કોમેન્ટ કરી નથી.