ગુજરાત

gujarat

ETV Bharat / business

ED Action On Paytm : ED ના રડારમાં Paytm, ગેરરીતિની ઔપચારીક તપાસ શરૂ - ED Questions Paytm Executives

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે Paytm ના સિનિયર એક્ઝિક્યુટિવ્સની પૂછપરછ કરી અને Paytm Payments Bank Ltd પર ગ્રાહકના ખાતામાં ડિપોઝિટ અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર RBI ના પ્રતિબંધ અંગેના દસ્તાવેજો માંગ્યા છે. કેન્દ્રીય એજન્સી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ કથિત અનિયમિતતાની ઔપચારીક તપાસ શરૂ કરતા પહેલા પ્રારંભિક અવલોકન કરી રહી છે. જોકે કોઈ અનિયમિતતા મળી નથી.

ED ના રડારમાં Paytm
ED ના રડારમાં Paytm

By ETV Bharat Gujarati Team

Published : Feb 15, 2024, 4:29 PM IST

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પેટીએમના સિનિયર અધિકારીઓની પૂછપરછ કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને કોઈપણ ગ્રાહક ખાતામાં ડિપોઝિટ અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવાની તાજેતરની RBI ની કાર્યવાહીને પગલે અને તેમની પાસેથી દસ્તાવેજોનું સબમિટ લીધું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય એજન્સી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ફિનટેક કંપનીમાં RBI દ્વારા સૂચિત કથિત અનિયમિતતાની ઔપચારીક તપાસ શરૂ કરવાનો નિર્ણય લેતા પહેલા દસ્તાવેજોની પ્રાથમિક તપાસ કરી રહી છે. Paytm એક્ઝિક્યુટિવ્સ દ્વારા હાલમાં કેટલાક દસ્તાવેજ સબમિટ કરવામાં આવ્યા છે. જેના પગલે તેમને અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા અને કેટલીક વધુ માહિતી માંગવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અત્યાર સુધીમાં કોઈ ગેરરીતિઓ મળી નથી અને FEMA હેઠળ કેસ માત્ર ત્યારે જ નોંધવામાં આવશે જ્યારે આ કાયદા હેઠળ કોઈપણ ઉલ્લંઘન જોવા મળે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પેટીએમમાં તપાસ પહેલાથી જ ચાલી રહી છે. કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, Paytm બ્રાન્ડ હેઠળ One97 કોમ્યુનિકેશન્સ નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે. તેની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ્સ બેંકને સંબંધિત સંસ્થાઓના ગ્રાહકોના સંદર્ભમાં માહિતી માટે સૂચનાઓ અને વિનંતીઓ પ્રાપ્ત થઈ રહી છે.

પેટીએમએ જણાવ્યું હતું કે તેની સહયોગી પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ આઉટવર્ડ ફોરેન રેમિટન્સ પર કામ કરતી નથી. One 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (OCL ), તેની પેટાકંપનીઓ અને સહયોગી કંપની તથા પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને સમયાંતરે ગ્રાહકોના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સહિતની ઓથોરિટી પાસેથી માહિતી, દસ્તાવેજો અને ખુલાસા માટે નોટિસ મળી રહી છે.

Paytm કંપની અને તેની સહયોગી કંપનીઓએ જરૂરી માહિતી, દસ્તાવેજો અને ખુલાસા આપ્યા છે. આ મહિનાની શરૂઆતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે RBI ને Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડને ગ્રાહક ખાતામાં ડિપોઝિટ અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર રોક લગાવવાની કાર્યવાહી અંગેનો રિપોર્ટ શેર કરવા જણાવ્યું હતું. 31 જાન્યુઆરીના રોજ સેન્ટ્રલ બેંકે 29 ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, વોલેટ, FASTags અને અન્ય સાધનમાં ડિપોઝિટ અથવા ટોપ-અપ્સ સ્વીકારવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ED ચાઇનીઝ-નિયંત્રિત મોબાઇલ ફોન એપ્લિકેશન સામે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે Paytm અને અન્ય ઓનલાઇન પેમેન્ટ વોલેટ્સની તપાસ કરી રહી છે. જેમણે આ ફિનટેક પ્લેટફોર્મ પર બનાવેલ મર્ચન્ટ ID નો ઉપયોગ કરીને કથિત રૂપે ફંડ લોન્ડર કર્યું હતું. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટે (FIU) PMLA ની કલમ 13 હેઠળ Paytm અથવા PPBL એ "રિપોર્ટિંગ એન્ટિટી" તરીકે જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યું છે કે કેમ તેનું વિશ્લેષણ કરવા માટે RBI પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે.

મની લોન્ડરિંગ વિરોધી કાયદાની આ કલમ હેઠળ નાણાકીય સંસ્થા, બેંક અથવા મધ્યસ્થીઓ તેના ગ્રાહકો અને લાભાર્થી માલિકોની ઓળખ પુરવાર કરતા તમામ વ્યવહારો અને દસ્તાવેજોના રેકોર્ડ જાળવવા તેમજ એકાઉન્ટ ફાઇલો અને વ્યવસાયિક પત્રવ્યવહાર સંબંધિત વિગતો FIU ને આપવી પડશે.

  1. X Social Media Platform: X દ્વારા આતંકવાદી જૂથના નેતાઓને પ્રીમિયમ પેઈડ સર્વિસીઝ પૂરી પડાઈ, TTP રિપોર્ટ
  2. RBI MPC Meet 2024 : એમપીસીએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો

ABOUT THE AUTHOR

...view details