નવી દિલ્હી: સરકારી ટેલિકોમ કંપની BSNLના ગ્રાહકો માટે સારા સમાચાર છે. BSNL તેના બે ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન સાથે એક મહિના માટે ફ્રી ઈન્ટરનેટ આપી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ફેસ્ટિવલ ઓફર હેઠળ ફ્રી ઈન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે. BSNLના આ બંને પ્લાનની કિંમત 500 રૂપિયાથી ઓછી છે.
BSNL ની ફેસ્ટિવલ ઓફર વિશે માહિતી: BSNL તેના ફાઈબર બેઝિક નિયો અને ફાઈબર બેઝિક બ્રોડબેન્ડ પ્લાન સાથે એક મહિના માટે ફ્રી ઈન્ટરનેટ આપી રહ્યું છે. પરંતુ શરત એ છે કે તમારે આ પ્લાન ઓછામાં ઓછા 3 મહિના માટે લેવો પડશે. BSNLની આ તહેવારોની ઓફર 31મી ડિસેમ્બર સુધી માન્ય છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોવ તો તમારે 31 ડિસેમ્બર પહેલા આ પ્લાન્સ સાથે રિચાર્જ કરાવવું પડશે.
આ લાભો BSNL Fiber Basic Neo પ્લાનમાં ઉપલબ્ધ છે: BSNL માત્ર રૂ. 449માં બ્રોડબેન્ડ પ્લાન ઓફર કરી રહી છે. તેનું નામ છે ફાઈબર બેઝિક નિયો પ્લાન. આમાં યુઝર્સને 30Mbpsની સ્પીડ સાથે એક મહિના માટે 3.3 TB એટલે કે 3300GB ડેટા મળે છે. આનો અર્થ એ છે કે, તમને દરરોજ 100GB થી વધુ ડેટા મળશે. આખો 3300GB ડેટા ખતમ થઈ ગયા પછી, ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 4Mbps થઈ જાય છે. આ સાથે, તમને પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને STD કૉલ્સનો લાભ પણ આપવામાં આવે છે. જો તમે આ પ્લાન સાથે 3 મહિના માટે રિચાર્જ કરો છો, તો તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
BSNL ફાઇબર બેઝિક રૂ. 499 પ્લાનના ફાયદા:BSNLનો રૂ. 499 પ્લાન ફાઇબર બેઝિક તરીકે પણ ઓળખાય છે. આ પ્લાનમાં 50 Mbpsની ડેટા સ્પીડ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં 3.3 TB ડેટા અથવા 3300 GB માસિક ડેટાનો ઉપયોગ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. FUP પૂર્ણ થયા પછી, ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 4Mbps થઈ જશે. આ પ્લાનમાં યુઝર્સને ભારતમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલનો લાભ મળે છે. આ સિવાય જો તમે આ પ્લાન સાથે 3 મહિના માટે રિચાર્જ કરાવો છો, તો તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. પરંતુ આ ઑફર 31 ડિસેમ્બર 2024 સુધી જ માન્ય છે.
આ પણ વાંચો:
- ટાટા ગ્રુપની વધુ એક કંપનીનો IPO આવી રહ્યો છે, ટાટા ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો
- મોબાઈલ રિચાર્જ પ્લાન સસ્તા થશે! ગ્રાહકોના હિતમાં TRAIનો ટેલિકોમ કંપનીઓને મહત્વનો નિર્દેશ