ગુજરાત

gujarat

ETV Bharat / business

અદાણી ગ્રુપના શેર ધડામ, સતત બીજા દિવસે સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો - GAUTAM ADANI

યુએસના આરોપ પછી અદાણી ગ્રૂપના શેરમાં સતત બીજા દિવસે વેચાણ ચાલુ છે. લગભગ 28 ટકા ઘટીને રૂ. 10.21 પ્રતિ શેરની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો.

અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો
અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2024, 11:42 AM IST

મુંબઈ:US કોર્ટમાં ગૌતમ અદાણી પ્રત્યે તપાસના સમાચાર આવ્યા બાદ, સતત બીજા દિવસે અદાણી ગ્રુપના શેરમાં વેચવાલીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. શુક્રવારે વહેલી સવારના સોદા દરમિયાન અદાણી ગ્રીનના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો, આજે NSE પર શેર દીઠ રૂપિયા 1,085 પર લગભગ 6 ટકા ઘટીને ખુલ્યો હતો. તે છેલ્લા બે સત્રોમાં લગભગ 28 ટકા ઘટીને રૂપિયા 10.21 પ્રતિ શેરની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો.

શુક્રવારે ઓપનિંગ બેલ દરમિયાન અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર બીજા નંબરનો સૌથી વધુ હિટ શેર હતો. NSE પર અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરનો ભાવ શેર દીઠ રૂપિયા 658.15 પર નીચો ખૂલ્યો હતો અને છેલ્લા સળંગ બે સત્રોમાં લગભગ 27 ટકાનો ઘટાડો નોંધાવીને રૂપિયા 637.55 પ્રતિ શેરની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો.

અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો (Etv Bharat)

અદાણી ગ્રૂપના અન્ય મોટા શેરો જેમ કે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી વિલ્મર, અદાણી પોર્ટ્સ અને અદાણી પાવર સતત બીજા સત્રમાં મંદીમાં છે. જોકે, સવારના સોદા દરમિયાન ACC અને અંબુજા સિમેન્ટના શેરમાં થોડી ખરીદી જોવા મળી હતી.

આ પણ વાંચો:

  1. કયા અમેરિકન કાયદા અંતર્ગત ગૌતમ અદાણી વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી? જાણો
  2. 'અમે કાયદાનું પાલન કરતી સંસ્થા', USમાં લાંચના આરોપો પર Adani ગ્રુપે શું જવાબ આપ્યો?

ABOUT THE AUTHOR

...view details