નવી દિલ્હીઃકર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ખાતાધારકો અને કર્મચારીઓ માટે સારા સમાચાર છે. મોદી સરકારે દિવાળી પહેલા EPFOના 6 કરોડ સભ્યોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ એટલે કે EDLI સ્કીમની છેલ્લી તારીખ 28 એપ્રિલ 2024થી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં, કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ એમ્પ્લોયી ડિપોઝિટ લિન્ક્ડ ઇન્સ્યોરન્સ (EDLI) યોજના હેઠળ નિવૃત્તિ ભંડોળ સંસ્થા EPFOના તમામ સભ્યોને ઉન્નત વીમા લાભો આપવાનો નિર્ણય કર્યો છે. EPFOના તમામ સભ્યોને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ રિટાયરમેન્ટ ફંડનો લાભ આપવામાં આવશે. આનાથી EPFOના 6 કરોડથી વધુ સભ્યોને 7 લાખ રૂપિયા સુધીનું જીવન વીમા કવચ સુનિશ્ચિત થશે.
EDLI યોજના શું છે?
EDLI યોજના વર્ષ 1976 માં શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના સભ્યોને વીમા લાભ આપવાનો છે, જેથી જ્યારે પણ કોઈ EPFO સભ્યનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવારના સભ્યોને આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. દરેક સભ્યના પરિવારને આર્થિક મદદ કરી શકાય છે.