ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાબરમતી અને હરિદ્વાર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન - Summer Special Train - SUMMER SPECIAL TRAIN

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Western Railway Summer Special Train Between Sabarmati and Haridwar Indian Rail

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 25, 2024, 6:33 PM IST

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે.

મુસાફરોને રાહતઃ સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનની સગવડને પરિણામે અમદાવાદ તેમજ આસપાસના શહેરોમાંથી હરિદ્વાર જવા માંગતા મુસાફરોને રાહત થશે. પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ ટ્રેનની કુલ10 ટ્રીપ્સ નિર્ધારીત કરી છે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.

ટાઈમ ટેબલઃ ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 31 મે, અને 3, 7, 10 અને 14 જૂન 2024 (શુક્રવાર અને સોમવાર)ના રોજ સાબરમતી થી 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 01,04,08,11 અને 15 જૂન 2024 (શનિવાર અને મંગળવાર)ના રોજ હરિદ્વાર થી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:30 કલાકે સાબરમતી પહોંચશે.

વાયા સ્ટેશન્સઃ સાબરમતી-હરિદ્વાર સમર સ્પેશિયલ ટ્રેનના રુટમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનોને કવર કરાશે. આ ટ્રેનનું બુકિંગ 26 મે, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવી.

  1. 25 એપ્રિલના રોજ પશ્ચિમ રેલવે સાબરમતી-પટના વિશેષ ટ્રેન દોડાવશે - SPECIAL TRAIN
  2. સુરત રેલવે સ્ટેશન પર સેંકડો પરપ્રાંતિય લોકોનો ધસારો, રેલવે વિભાગ દ્વારા ખાસ ક્રાઉડ મેનેજમેન્ટ - Surat Railway Station

ABOUT THE AUTHOR

...view details