ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તો ક્યારે યોજાશે યુપીએસસી પરીક્ષા, જાણો - upsc Annual Calendar

વિધ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે કયા ક્ષેત્રમાં કદારકિર્દી બનાવવી. અને તે નક્કી થઈ જે તે બાદ આવે છે પસંદ કરેલ ક્ષેત્રની માહિતી કેવી રીતે મેળવવી. તો મિત્રો જો તમે upscની પરીક્ષાની તૈયારીનો વિચાર કરતાં હશો કે પછી તૈયારી શરૂ કરવાના હશો તો તમને જણાવી દઈએ કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેથી વધુ વિગત જાણ માટે વાંચો આ અહેવાલ. upsc Annual Calendar

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 12, 2024, 2:40 PM IST

Updated : Jun 12, 2024, 2:55 PM IST

ગાંધીનગર: જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે શાળાઓ અને કોલેજોની એડમિશન માટેની પ્રક્રિયાનો સમય નજીક આવી રહ્યો છે. આ સાથે જ ગયા વર્ષે 10મુ ધોરણ, 12મુ ધોરણ તેમજ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા વિધ્યાર્થીઓનું પરિણામ પણ આવી ગયું હશે. આવા સમયમાં વિધ્યાર્થીઓ ખૂબ મોટી મૂંઝવણમાં મુકાયા હોય છે. જીવનમાં કયા ક્ષેત્રમાં કદારકિર્દી બનાવવી એ મોટો પ્રશ્ન હોય છે.

કયા ક્ષેત્રમાં કદારકિર્દી બનાવવી? જ્યારે અમુક વિધ્યાર્થીઓ એવા પણ છે જેમણે વિચારીને રાખ્યું છે કે, તેમને કયા ક્ષેત્રમાં કદારકિર્દી બનાવવી છે પરંતુ યોગ્ય માહિતી મળતી નથી. તો મિત્રો જો તમે upscની પરીક્ષાની તૈયારીનો વિચાર કરતાં હશો કે પછી તૈયારી શરૂ કરવાના હશો તો તમને જણાવી દઈએ કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

કેલેન્ડરમાં upsc ભરતીની માહિતી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા આ કેલેન્ડરમાં upsc ભરતી માટેની તમામ અલગ અલગ પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે તેમજ પરિક્ષઓનું જાહેરનામું ક્યારે કરવામાં આવશે ઉપરાંત કયા દિવસે અરજી કરવી તેની તમામ વિગતો નવેસરથી અપડેટ કરવામાં આવી છે. સુધારેલ વાર્ષિક કેલેન્ડર 2024માં તે દર્શાવવામાં આવ્યું છે. આથી 2024 દરમિયાન જે પણ પરીક્ષાઓ થશે તેમાં તેની તમામ સૂચનાઓ તેમને જોવા મળશે.

વાર્ષિક કેલેન્ડર 2024 (etv bharat gujarat)

વાર્ષિક કેલેન્ડર 2025: આ ઉપરાંત, તમને જણાવી દઈએ કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આવતા વર્ષ એટલે કે 2025 માટે પણ વાર્ષિક કલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આથી જે વિધ્યાર્થીઓ આવતા વર્ષે upscની પરીક્ષા આપવાનું વિચારી રહ્યા હોય તેઓ અહીથી તમામ સૂચનાઓ કઈ તારીખે જાહેર થશે તે જાણી શકે છે. તો 2025 પ્રમાણે, આવતા વર્ષમાં 11 જનુયારીએ પ્રારંભિક પરીક્ષા લેવામાં આવશે. જેની જાહેરાત 4 સપ્ટેમ્બર 2024 ના રોજ કરવામાં આવશે. અને તેનો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2024 રહેશે. આમ upscના તમામ વિષયોની જાણકારી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક કેલેન્ડર પરથી મેળવી શકાશે.

વાર્ષિક કેલેન્ડર 2025 (etv bharat gujarat)

વધુ માહિતી માટે જુઓ આ વેબસાઇટ:

  1. વિશ્વ બાળ મજૂરી નાબૂદી દિવસ: બાળ મજૂરીની વૈશ્વિક પરિસ્થિતિ શું છે, જાણો - World Day Against Child Labour
  2. ચાર જાતની શક્કર ટેટીની ખેતી, ત્રણ મહિનામાં 4 લાખ રૂપિયા સુધીનો નફો કરી યુવા ખેડુતે બમણી આવક મેળવી - Farmers of Chhota Udepur
Last Updated : Jun 12, 2024, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details