ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી બાદ પ્રદૂષણનો ઉત્તર પ્રદેશમાં હાહાકાર, 6 જિલ્લામાં શાળા-કોલેજ બંધ

દિલ્હી NCRમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓના વહીવટીતંત્રે સાવચેતીના પગલાં લીધા છે. UP SCHOOLS CLOSED:

મેરઠમાં AQI વધ્યો.
મેરઠમાં AQI વધ્યો. (etv bharat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

મેરઠ:દિલ્હી અને એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણની અસર યુપીની શાળાઓ પર પણ થવા લાગી છે. મેરઠ, હાપુડ, બુલંદશહર, બાગપત, ગાઝિયાબાદ અને નોઈડા પ્રદૂષણ અને ધુમ્મસની ઝપેટમાં છે. દિવસ દરમિયાન ધુમ્મસના કારણે બાળકો અને વૃદ્ધો દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને જોતા રાજ્યના પાંચ જિલ્લામાં 12મા સુધીની શાળાઓ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદની શાળાઓમાં પહેલેથી જ રજા છે, હવે બાગપત, મેરઠ, હાપુડ અને બુલંદશહેર જિલ્લા વહીવટીતંત્રે પણ સાવચેતીનાં પગલાં લીધાં છે અને 12મા સુધીની શાળાઓને આગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે સરકારોને આકરી ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં, દિલ્હી સરકારે રવિવારે તમામ શાળાઓ ધોરણ નવ સુધીની અને ઓનલાઈન વર્ગો બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

મેરઠમાં AQI વધ્યો. (etv bharat)

આ જિલ્લાઓના ડીએમએ જારી કર્યા આદેશઃમેરઠમાં પણ ડીએમ દીપક મીણાએ ધોરણ 1 થી 12 સુધીના બાળકોની રજાના આદેશ જારી કર્યા છે. એટલું જ નહીં સોમવારે દિવસભર ધુમ્મસ છવાયું હતું. તે જ સમયે, હવા ગુણવત્તાનો સૂચકાંક પણ જોખમી તબક્કે હતો. મેરઠના ડીએમ દીપક મીણાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને સરકારના આદેશ પર, વધતા પ્રદૂષણને કારણે જિલ્લાની તમામ શાળાઓને આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, બાગપત, હાપુડ અને બુલંદશહરના ડીએમ દ્વારા શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઓનલાઈન વર્ગો ચાલશે:તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવશે. ડીએમ દીપક મીણાએ જણાવ્યું કે મેરઠ જિલ્લામાં પ્રદૂષણ નિયંત્રણ માટે ગ્રેપ-4 લાગુ કરવામાં આવ્યો છે. હવાની ગુણવત્તાનો સૂચકાંક ખતરનાક સ્તરે પહોંચવાના કારણે ધોરણ 12 સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએમએ સંબંધિત વિભાગના મૂળભૂત શિક્ષણ અધિકારી અને જિલ્લા શાળા નિરીક્ષકને આ આદેશનો કડક અમલ કરવા સૂચના આપી છે.

મેરઠમાં AQI વધ્યો. (etv bharat)

મેરઠમાં કેટલો AQI: પશ્ચિમ યુપીમાં ધુમ્મસને કારણે સોમવારે સમગ્ર સીઝનમાં વાતાવરણ સૌથી વધુ પ્રદૂષિત બન્યું હતું. મેરઠમાં સોમવાર અત્યાર સુધીનો સૌથી પ્રદૂષિત દિવસ હતો. AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર કરી ગયો હતો. સવારે તે 395 હતો. વધતા ધુમ્મસના કારણે વાહનોની અવરજવરમાં સમસ્યા સર્જાઈ હતી.

19 નવેમ્બર 2024નો AQI

જિલ્લો AQI
ગાજિયાબાદ 367
મેરઠ 2483
હાપુડ 519
બુલંદશહેર 322
બાગપત 187

(નોંધઃ આ AQI મંગળવાર સવારના 11ઃ43 સમય પર લેવાયેલો છે. હાલ તેમાં ફેરફાર જોવા મળી શકે છે.)

  1. અન્ના નગર પોક્સો કેસ: SC એ બે મહિલા IPS અધિકારીઓ સહિત 3 સભ્યોની SITની રચના કરી
  2. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરિકામાં ધરપકડ, કેલિફોર્નિયામાં ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details