ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Unique Friendship: મથુરામાં એક મહિલા તેની મહિલા મિત્રના મૃતદેહ સાથે 3 દિવસથી એક મકાનમાં બંધ રહી

મથુરાના મહુઆન ગામમાં એક અજીબો ગરીબ કિસ્સો બન્યો છે. જેમાં એક મહિલા તેની મહિલા મિત્રના મૃતદેહ સાથે એક બંધ મકાનમાં રહેતી હતી. તેણી દુર્ગંધ છુપાવવા અત્તર પણ છાંટતી હતી. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Unique Friendship Girl Lived With Friends Dead Body 3 Three Days Sprinkle Perfume

મથુરામાં એક મહિલા તેની મહિલા મિત્રના મૃતદેહ સાથે 3 દિવસથી એક મકાનમાં બંધ રહી
મથુરામાં એક મહિલા તેની મહિલા મિત્રના મૃતદેહ સાથે 3 દિવસથી એક મકાનમાં બંધ રહી

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 6:59 PM IST

મથુરાઃ યુપીના મથુરાના ફરાહ પોલીસ સ્ટેશન વિસ્તારના મહુઆન ગામમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. એક યુવતી 3 દિવસથી તેની યુવતી મિત્રના મૃતદેહ સાથે રહેતી હતી. તે દિવસભર તેણીના મૃતદેહ સાથે રૂમમાં રહેતી અને દુર્ગંધ દૂર કરવા માટે અત્તરનો છંટકાવ કરતી હતી.

જ્યારે પડોશીઓ દુર્ગંધ આવવા લાગી ત્યારે પડોશીઓને શંકા જતા તેમણે આ અંગે પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મહિલા ગંગા દેવીએ તેના પતિ પાસેથી છૂટાછેડા લીધા હતા. તે તેની મહિલા મિત્ર હેમાના ઘરે રહેતી હતી. હેમાનું કહેવું છે કે, ગંગાએ આત્મહત્યા કરી લીધી છે.

મથુરાનો ચોંકાવનારો કિસ્સો

એસપી સિટી ડૉ. અરવિંદ કુમારે જણાવ્યું કે, મહુઆન ગામ ફરાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવી હતી કે એક ઘર છે જેમાંથી દુર્ગંધ આવે છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને ઘરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

મૃતક મહિલા પરિવારથી દૂર તેની મહિલા મિત્ર સાથે રહેતી હતી. તેણે છૂટાછેડા લીધા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ અને પુરાવા એકત્ર કર્યા બાદ જે પણ હકીકત સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વારાણસીમાં તાજેતરમાં જ આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બે દીકરીઓએ પોતાની માતાના મૃતદેહને 1 વર્ષથી વધુ સમય સુધી ઘરમાં બંધ રાખ્યો હતો. જેમાં આ બંને દીકરીઓ રોજીંદુ જીવન જીવતી અને માતાના મૃતદેહને બધુ પુછી પુછીને કરતી હતી. પાડોશીઓ પુછતા ત્યારે દીકરીઓ માની તબિયત સારી નથી તેથી ઘરની બહાર નથી આવતી તેવું કહી દેતી હતી.

  1. Ahmedabad Crime : પત્નીને તરછોડી કોન્સ્ટેબલ પતિ પ્રેમિકા સાથે લિવ ઈન કરારમાં રહેવા જતો રહ્યો અને પછી...
  2. Surat Love Triangle-Murder : પાગલ પૂર્વ પ્રેમીએ કરી પ્રેમિકા સામે પ્રેમીની હત્યા, ચકચારી હત્યાનો મામલો

ABOUT THE AUTHOR

...view details