રાજસ્થાન :રાજસમંદ જિલ્લાના ખમનોરમાં નિર્માણાધીન ધર્મશાળાની છત ધરાશાયી થતાં ચાર મજૂરોના મોત થયા છે. બીજી તરફ લગભગ 5 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ મંગળવારે સવારે કાટમાળ નીચે દટાયેલા વધુ 9 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ તમામની સ્થિતિ ગંભીર છે.
ધર્મશાળાની છત ધરાશાયી :ખમનોર પોલીસ સ્ટેશન વિસ્તારના સાંયોના ખેડા પંચાયતના ચિકલવાસની બલાઈ બસ્તીમાં નિર્માણાધીન ધર્મશાળાની છત તૂટી પડતા 13 લોકો દટાઈ ગયા હતા. અકસ્માત બાદ જિલ્લા કલેક્ટર ડૉ. ભંવરલાલ અને એસપી મનીષ ત્રિપાઠી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાંચ કલાક સુધી ચાલેલા બચાવ અભિયાન બાદ 9 ઘાયલ લોકો અને 4 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ અને સમગ્ર ગામ આખી રાત જાગતું રહ્યું હતું.
13 મજૂર કાટમાળમાં દટાયા :રાજસમંદ જિલ્લા કલેક્ટર ડો. ભંવરલાલે જણાવ્યું કે, મેઘવાલ સમાજ દ્વારા લોક સહકારથી ચિકલવાસ ગામમાં ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સોમવારે છતની નીચેથી વાંસના થાંભલા હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સોમવારે રાત્રે 9 કલાકે ગ્રામજનો બાંધકામ હેઠળની ધર્મશાળાની સાફસફાઈ અને રંગકામ કરવા ગયા હતા. ત્યારે બરાબર 9.30 કલાકે છત ધરાશાયી થઈ ગઈ હતી. સફાઈ કામ કરતા 13 લોકો તેની નીચે દટાયા હતા.
રેસ્ક્યુ ઓપરેશન :બાદમાં છત નીચે દટાયેલા વોર્ડપંચ હીરાલાલે તેમના મોબાઈલથી ફોન કરીને ગામમાં અકસ્માતની જાણ કરી હતી. બાદમાં ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા હતા. સાથે જ ખમનોર પોલીસ સ્ટેશનના પ્રભારી ભગવાનસિંહ અને નાથદ્વારા DSP દિનેશ સુખવાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાત્રે 10.30 વાગ્યે જિલ્લા કલેક્ટર ડૉ.ભંવરલાલ, SP મનીષ ત્રિપાઠી, ASP મહેન્દ્રકુમાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ SDRFની ટીમ અને સિવિલ ડિફેન્સના જવાનોને બોલાવીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
4 લોકોના મોત, 9 ઘાયલ :તમને જણાવી દઈએ કે કાટમાળ હટાવવા માટે અડધો ડઝનથી વધુ JCB બોલાવવામાં આવ્યા અને છત તોડવા માટે ડ્રિલિંગ મશીન મંગાવવામાં આવ્યું હતું. રાત્રે 11 વાગ્યે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને 3 લોકોને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં 6 ઘાયલોને બાદમાં બહાર કાઢીને નાથદ્વારા સ્થિત ગોવર્ધન સરકારી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાથે જ 4 લોકોના મૃતદેહ કરવામાં આવ્યા. આ ઓપરેશન સવારે 3 વાગ્યાની આસપાસ પૂર્ણ થયું. છત નીચે દટાયેલા તમામ લોકો ચિકલવાસની બલાઈ બસ્તીના રહેવાસી છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકો :તુલસીરામ સાલવીનો પુત્ર હીરાલાલ (30), શંકર સાલવીનો પુત્ર માંગીલાલ (35), મોહનલાલ સાલવીનો પુત્ર મીઠુલાલ (30) અને લક્ષ્મણ (35), ભેરા સાલવીનો પુત્ર લક્ષ્મણ (35), ખીમા સાલવીનો પુત્ર ગોપીલાલ (65).
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો : શંકરલાલ સાલવીના પુત્ર ભગવતીલાલ (40), લચ્છા સાલવીના પુત્ર ભંવરલાલ (50), નારૂલાલ સાલવીના પુત્ર શાંતિલાલ (35), વીણા સાલવીના પુત્ર કાલુલાલ (40).
- ઝારખંડમાં મોટી ટ્રેન દૂર્ઘટના, હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી, 6 ઈજાગ્રસ્ત
- વિદ્યાર્થીઓના જીવ સાથે રમતા દિલ્હીના કોચિંગ સેન્ટરો પર ઉઠ્યા સવાલ, 3 વિદ્યાર્થીઓના મોત