ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Uttarakhand UCC Bill: આજે ઉત્તરાખંડ વિધાનસભાના વિશેષ સત્રમાં UCC બિલ થશે પાસ ? - ઉત્તરાખંડ વિધાનસભાના વિશેષ સત્ર

ઉત્તરાખંડ વિધાનસભાના વિશેષ સત્રનો આજે ત્રીજો છે, આજનો આ દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે યુનિફોર્મ સિવિલ કોડ બિલ 2024 પર વિસ્તૃત ચર્ચા થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સરકાર બહુમતીના આધારે તેને પાસ કરાવશે. જો કે, વિપક્ષના નેતા યશપાલ આર્યએ UCC બિલમાં ઘણી ખામીઓ દર્શાવીને તેને સિલેક્ટ કમિટીને સોંપવાની વાત કહી છે. Discussion on UCC Bill in Uttarakhand Assembly

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 12:06 PM IST

દેહરાદૂન: મંગળવારે ધામી સરકારે ઉત્તરાખંડ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (યૂનિફોર્મ સિવિલ કોડ) બિલ સદન પટલ પર મૂક્યુ હતું. મંગળવારે સાંજે 6:00 વાગ્યા સુધી ચાલેલી વિધાનસભાની કાર્યવાહી દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘણી ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. વિપક્ષનો આરોપ છે કે સરકાર UCC પર ઉતાવળમાં નિર્ણય લઈ રહી છે. અને વિપક્ષને UCC ડ્રાફ્ટ વાંચવા માટેનો સમય આપવામાં આવ્યો ન નથી

UCC બિલ આજે પસાર થઈ શકે છેઃઉત્તરાખંડ વિધાનસભાના વિશેષ સત્રમાં આજે બુધવારને મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવી રહ્યો છે. સરકારને આશા છે કે યુનિફોર્મ સિવિલ કોડ બિલ આજે પસાર થઈ જશે. ભાજપ સરકાર પાસે પૂર્ણ બહુમતી હોવાથી સરકારને કોઈ મુશ્કેલી નથી. વિધાનસભામાં ભાજપના 47 ધારાસભ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યો છે. અન્ય ધારાસભ્યોની સંખ્યા 4 છે.

મીડિયાને સંબોધશે સીએમ: બિલ પસાર થયા પછી સીએમ ધામી પ્રેસ કોન્ફરન્સ સંબોધી શકે છે: મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી મંગળવારે મીડિયાને સંબોધિત કરવાના હતા. પરંતુ વિપક્ષના વલણ અને કાયદાકીય ગૂંચવણોને લઈને તેમના મનમાં પ્રશ્નો હતા. તેથી જ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મીડિયા સામે આવ્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે જ્યારે વિધાનસભામાં બિલ પાસ થશે ત્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સરકાર વતી પોતાનો પક્ષ રજૂ કરશે.

જો વિપક્ષના ધારાસભ્યો બિલને સમર્થન આપે તો તેનું સન્માન કરવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ 5 ફેબ્રુઆરીએ સત્રના પહેલા દિવસે કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે વિપક્ષના નેતાઓ આ સમગ્ર વિશેષ સત્ર દરમિયાન સરકારને ટેકો આપે અને આ બિલ પાસ કરે. એટલું જ નહીં, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સરકાર ખાસ કરીને એવા ધારાસભ્યોનું સન્માન કરશે જેઓ ભાજપના નથી પરંતુ આ બિલને સમર્થન આપશે. જો કે, રાજ્ય સરકારને બિલ પાસ કરાવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

UCC લાગુ થતાં જ ઘણા કાયદા બદલાશે: રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ ઘણા નવા કાયદાઓ બનવા જઈ રહ્યા છે. જેમાં લગ્નની નોંધણી, મિલકતના વિભાજન, છૂટાછેડા અને લિવ-ઇન રિલેશન માટે કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજે UCC સિવાય ઉત્તરાખંડના આંદોલનકારીઓ માટે પણ એક બિલ વિધાનસભામાં આવવાનું છે.

આજે પણ ગૃહમાં હંગામાના અણસાર: વિધાનસભાના એજન્ડા મુજબ વિધાનસભા સત્રના ત્રીજા દિવસે વિરોધ પક્ષ ગૃહની અંદર સમાન નાગરિક સંહિતા બિલ પર ચર્ચા કરશે. સાથે જ ચર્ચા દરમિયાન વિપક્ષી પાર્ટી UCC બિલને સિલેક્ટ કમિટીને સોંપવાની વાત પણ કરશે. આ અંગે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા થવાની શક્યતા છે. આજે ગૃહમાં UCC બિલ 2024 પર વિગતવાર ચર્ચા થવાની સંભાવના છે કારણ કે વિપક્ષના ધારાસભ્યોને સમાન નાગરિક સંહિતા બિલનો અભ્યાસ કરવાનો સમય મળ્યો છે.

  1. UCC Bill 2024: મુસ્લિમ યુવતીઓ માટે UCC બનશે રક્ષણાત્મક કવચ, જાણો કેવી રીતે
  2. Ucc bill 2024: CM ધામીએ વિધાનસભામાં UCC બિલ 2024 રજૂ કર્યું, વિપક્ષે કર્યો હંગામો, ગૃહની કાર્યવાહી સ્થગિત

ABOUT THE AUTHOR

...view details