જોધપુરઃ લોકસભા ચૂંટણીના પહેલા ચરણમાં રાજસ્થાનની 12 બેઠકો પર 19 એપ્રિલે મતદાન સંપન્ન થયું છે. હવે 26 એપ્રિલે બાકી બચેલ 13 બેઠકો પર મતદાન થવાનું છે. જેના માટે પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. 13 બેઠકો પર કુલ 152 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ દરેક ઉમેદવારો તરફથી સોગંદનામા રજૂ કરવામાં આવ્યા છે. જેના પર એડીઆર(એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-ADR) દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કયો ઉમેદવાર કેટલો ધનવાન છે અને કોના વિરુદ્ધ કેટલા ગુના નોંધાયા છે તેની વિગતો રજૂ કરવામાં આવી છે.
ભાજપના ઉમેદવાર સૌથી ધનવાનઃરિપોર્ટ અનુસાર 16 ટકા ઉમેદવારો વિરુદ્ધ ગુનાહિત કેસ પેન્ડિંગ છે. આ દરેક ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 4 કરોડ રુપિયા છે. જો વ્યક્તિગત સંપત્તિની વાત કરવામાં આવે તો ટોંક-સવાઈ માધોપુર બેઠકના ભાજપ ઉમેદવારો સુખબીર સિંહ જૌનપુરિયાની પાસે છે. જોનપુરિયા કુલ 142 કરોડ રુપિયાની સ્થાવર અને જંગમ મિલકત ધરાવે છે. જ્યારે બીજા ક્રમે કોંગ્રેસના ચિત્તોડગઢના ઉમેદવાર પૂર્વ પ્રધાન ઉદયલાલ આંજના છે. જેમની સંપત્તિ 118 કરોડ રુપિયા છે. ત્રીજા સ્થાન પર જોધપુરના કોંગ્રેસના ઉમેદવાર કરણસિંહ ઉચિયારડા પાસે 75 કરોડથી વધુ સ્થાવર અને જંગમ મિલકત છે. સૌથી ઓછી સંપત્તિ જોધપુરથી ચૂંટણી લડ રહેલ દલિત ક્રાંતિ દળની ઉમેદવાર શહનાજ બાનો પાસે છે. તેમની પાસે માત્ર 2000 રુપિયા છે.
49 ઉમેદવારો કરોડપતિ: 26 એપ્રિલના રોજ રાજસ્થાનમાં બીજા તબક્કા હેઠળ અજમેર, બાંસવાડા, બાડમેર, ભીલવાડા, ચિત્તોડગઢ, જાલોર, ઝાલાવાડ-બારણ, જોધપુર, કોટા, પાલી, રાજસમંદ, ટોંક-સવાઈ માધોપુર અને ઉદયપુર લોકસભા બેઠકો પર મતદાન થશે. ADRના રિપોર્ટ અનુસાર 152 ઉમેદવારોમાંથી 49 કરોડપતિ છે. એમ કહી શકાય કે દર 3જા ઉમેદવાર કરોડપતિ છે, પરંતુ ઘણા ઉમેદવારો એવા છે જેમની પાસે માત્ર હજારોની રોકડ છે.